________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૫૧)
વીના પરિવાર સહિત ભીમકુમાર અમારા ગામમાં આવ્યા છે અને કુમારે તે દેવેની પાસે જીનમંદિરમાં સુંદર મહત્સવ કરાવ્યું છે. તે સાંભળી રાજાએ મુકુટ સિવાય પિતાના શરીરે હેરેલાં સર્વ આભરણે તે પુરૂષને અર્પણ કર્યા, ત્યારબાદ દ્વારપાલને આજ્ઞા આપી કે સમસ્ત સામેતાદિક કોને ખબર આપો કે કાલે કુમારનું સામૈયું કરવાનું છે. માટે સવારમાં સર્વ લેકેએ તૈયાર થવું. દ્વારપાલે પણ તે જ પ્રમાણે સર્વત્ર જાહેર ખબર આપી, તેમજ સર્વ નગરમાં વજ પતાકાઓ વડે બજારની શોભા બહુ વધારવામાં આવી. પ્રભાતમાં તૈયાર થઈ પરિજન સહિત હરિવહન રાજા મહેતા
ઉત્સવ સાથે કુમારની સહામા ચાલ્યા. માકુમારનું
ર્ગમાં આવતે કુમાર પિતાના પિતાને જોઈ આગમન. તત્કાલ વિમાનમાંથી નીચે ઉતરી નરેંદ્રના
ચરણમાં પડયો. ત્યારબાદ પોતાની જનની વિગેરેને નમી અન્ય લોકોને યથોચિત સત્કાર કરી પોતાના પિતાની આજ્ઞા લઈ ભીમકુમાર ગજેન્દ્ર ઉપર આરૂઢ થયે, બુદ્ધિસાગર મંત્રીએ પણ સર્વ લોકો સાથે યથાગ્ય સદાચાર બતાવ્યું. પછી કુમારે તેને હસ્તિ ઉપર પોતાની પાછળ બેસાડે. એટલે આનંદ પૂર્વક સર્વ લેકો ત્યાંથી ચાલતા થયા, અનુક્રમે પિતાની સાથે સેંકડે મંગળ વાકય સાંભળતા કુમાર રાજભવનમાં ગયે. બાદ સામંતાદિક લોકેને યથોચિત સત્કાર પૂર્વક રાજાએ વિદાય કર્યા. ભેજન કર્યા પછી ભૂપતિએ કુમારનું ચરિત્ર પૂછ્યું એટલે બુદ્ધિસાગર મંત્રીએ યથાર્થ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારબાદ ભૂપતિએ કુમારને બહુ સ્ત્રીઓ પરણાવી, તેમજ પોતાના રાજ્યમાં તેને પટ્ટાભિષેક કર્યો. હવે પોતાની યેગ્ય અવસ્થા જોઈ હરિવહન રાજાએ દીક્ષા ગ્રહણ કરી અને તેઓ અનુક્રમે સિદ્ધ પદ પામશે. વળી ભીમ નરેંદ્ર પ્રજાનું રક્ષણ કરતા છતે જેનશાસનને ઉદ્યોત
For Private And Personal Use Only