________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કયા.
(૨૪૯) કુમાર હાલ કનકરથરાજાના નગરમાં આનંદપૂર્વક વિલાસ કરે છે, જેથી તમારે બહુ આનંદ માનવા જેવું છે, માટે વિષાદ કરશે નહીં. એ પ્રમાણે કહી હું અહીં આવી છું. આ પ્રમાણે કાલિકાનું વચન સાંભળી કુમાર બહુ ઉત્સુક થયા અને પિતાના નગરમાં જવા માટે પ્રયાણની તૈયારી કરવા લાગ્યા. તે સમયે હટાં નગારા, નિશાન, ભેરી અને ઢક્કાદિને મહાન
શબ્દ આકાશમાં ઉછળી ઉઠ્યો. ક્ષણમાત્રમાં કમળાક્ષાયક્ષિણ. વિમાનની પંક્તિઓ દેખાવા લાગી. તેઓની
અંદર મધ્યવિમાનમાં અદભુત આકૃતિવાળી એક દેવી બેઠેલી હતી. તેના વક્ષ:સ્થલમાં મિક્તિકને સુંદર હાર દીપ હતો. ગંડસ્થલે ઉપર દેદીપ્યમાન રત્નમય કુંડલિની અનુપમ કાંતિ પ્રસરી ગઈ હતી. શારીરિક કાંતિના સમૂહવડે સર્વ દિશાઓ સ્વચ્છ કાંતિમય ભાસતી હતી. અકસ્માત તે દેખાવ જોઈ આ શું? એમ સંભ્રાંત થઈ રાક્ષસ એકદમ સાવધાન થઈ ઉભે થયે. તેમજ યક્ષ પણ પિતાને મુર હસ્તમાં લઈ ગર્જના કરવા લાગ્યો. અને કાલિકાદેવી પણ ભયંકર તરવાર નચાવતી સાવધાન થઈ ગઈ છતાં કુમાર તે પોતે સ્વસ્થ ચિત્તે બેઠો હતે. તેટલામાં હે હરિવહન રાજાના પુત્ર ભીમકુમાર! હાર સર્વત્ર જય થાઓ, તું ચિરકાલ આયુમાન્ થા. આ દુનીયામાં સદા તું આનંદ ભગવ” એમ મોટા નાદ સાથે બોલતા દેવ તથા દેવીએ કુમારની પાસે આવ્યાં અને તેઓએ કમલાક્ષા યક્ષિણુનું આગમન કહ્યું. તત્કાળ તે યક્ષિણી પણ વિમાનમાંથી નીચે ઉતરી કુમારને નમસ્કાર કરી નીચે બેઠી, અને વચન બોલવામાં બહુ કુશળ એવી તે યક્ષિણ બોલી, મહાશય ? તે સમયે મહને સમ્યક્ત્વ આપી આપ વિંધ્યાચલની ગુફામાં મુનિઓની પાસે રહ્યા હતા. પ્રભાતમાં હું હારા પરિજન સાથે ત્યાં ગઈ. આપના પ્રસાદથી ભક્તિપૂર્વક મુનિઓને વંદન
For Private And Personal Use Only