________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તમે સર્વે સસ્કુલમાં ઉત્પન્ન થયા છે, તેમજ અત્યંત દુર્લભ એ આ જૈનધર્મ તમને પ્રાપ્ત થયેલ છે, માટે હવે તમારે ધાર્મિક વ્યાપારમાં પ્રમાદ કરે નહીં, સાધર્મિક અને ઉપર સહોદરભાવ રાખવે, સાધુ વર્ગની ભક્તિપૂર્વક સેવા કરવી, જેનશાસનની પ્રભાવના કરવી અને પાપાનમાં કઈ દિવસ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આ પ્રમાણે નિરંતરતમહારે નિયમસર ચાલવું. તે સાંભળી કનકરથરાજા વિગેરે બેલ્યા, ઉપકારી જનેમાં ચૂડામણિ સમાન એવા હે કુમાર ! હાલમાં થોડા દિવસ આપ અહીંયાં વાસ કરો, જેથી અમે જેનધર્મમાં પ્રવીણ થઈએ. એમ તેઓનું વચન સાંભળી કુમાર કંઈક પ્રત્યુત્તર આપ
વાની તૈયારીમાં હતા, તેટલામાં ડમડમ એ કાલિકાવી. પ્રમાણે ડમરૂના ભારે નાદથી સર્વ લોકોને
ત્રાસ આપતી અને વીસ ભુજાઓથી શોભતી તે કાલિકાદેવી કાપાલિક સહિત ત્યાં આવી, કુમારને નમસ્કાર કરી તેની પાસે બેઠી અને બોલી, હે કુમાર ! જે સમયે ગજેંદ્ર હને અહીં લાવ્યા ત્યારે અવધિજ્ઞાનથી મહેં જાણ્યું હતું કે આ હસ્તી કુમારને હિતકારી છે, તેથી જ હું નિવૃત્તિ પૂર્વક ત્યાં રહી હતી. ડગલું માત્ર પણ ત્યાંથી ચલાયમાન થઈ નહીં. વળી હાલ હું કોઈ કાર્યને લીધે તહારા નગરમાં ગઈ હતી, ત્યાં તહાર પિતા, માતા, સ્વજન તેમજ નાગરિક લોકો તમારા ગુણ સંભારી વારંવાર રૂદન કરતા હતા. તેઓને શાંત કરી હું અહીં આવી છું. વળી હે કુમાર ! તેઓની આગળ મહેં પ્રતિજ્ઞા કરી છે કે બે દિવસની અંદર કુમારને જરૂર હું અહીં લાવીશ. અને તેમને વિશેષ સમાચાર પણ કહ્યા છે કે કુમારે ઘણા લોકોને જેનધર્મમાં સ્થિર કર્યા છે. તેમજ ઘણા લોકોને મરણના ભયમાંથી બચાવ્યા છે. વળી બુદ્ધિસાગર મંત્રી સહિત
For Private And Personal Use Only