________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૪૭) અંગીકાર કર્યું હતું, પરંતુ હારા મનભવનમાં પાખંડીના સમાન ગમરૂપી અગ્નિ પ્રગટ થયે. તેથી હારી સમ્યકત્વ રતનરૂપ ઉત્તમ પ્રકારની સમૃદ્ધિ ભસ્મભૂત થઈ ગઈ. હા ? ધિકાર છે. કે જેથી હું વ્યંતર નિમાં રૂદ્ધિ રહિત યક્ષપણે ઉત્પન્ન થયા. સ્વામિન્ ! હવે કૃપા કરી અને સમ્યકત્વ દાન આપે. તેવી જ રીતે કનકરથ વિગેરે સર્વજનેએ પ્રાર્થના કરી કહ્યું કે હે મુનીંદ્ર ! અમને પણ તેજ પ્રમાણે સમ્યકત્વ દાન આપી કૃતાર્થ કરે. મુનિએ નરેંદ્ર, યક્ષ અને રાક્ષસ વિગેરેને વિધિ સહિત સમ્યકત્વને ઉપદેશ આપે. ત્યારબાદ ફરીથી કુમારે પ્રાર્થના કરી કે હે પ્રભે!હને શુદ્ધ કરે. કારણકે મહેં ખરાબ મુહૂર્તમાં સમ્યકત્વવત ગ્રહણ કરી પાખંડી કાપાલિકના સંગથી તે દૂષિત કર્યું છે, તેથી અતિચાર લાગે. માટે અતિચારરૂપી કાદવથી મલિન થએલા મહારા હૃદયને શુદ્ધ પ્રાયશ્ચિત્તરૂપી જલ વડે નિર્મલ કરો. મુનિએ પણ તે પ્રમાણે ઉપદેશ આપી તેના અંત:કરણની શુદ્ધિ કરી. ત્યારબાદ નિર્મલ સમ્યકત્વ ધારી કુમાર મુનિને વંદન કરી રાક્ષસાદિ સહિત કનકરથરાજાના ભવનમાં ગયે. કનકરથરાજા પણ અમાત્ય, સામત અને મંત્રીવર્ગ સહિત
કુમારને પ્રણામ કરી બોલ્યા–જે આ કનકરથરાજા. જીવિતવ્ય, રાજ્યસંપદુ, નગરના લેકે
તેમજ તેઓની અનેક પ્રકારની સંપદાઓ અને આ સમ્યકત્વવ્રતની પ્રાપ્તિતે સર્વ આપને જ મહિમા છે. માટે હે કુમારેંદ્ર! આપને હું સદાને માટે કિંકર છું, જેથી યોગ્ય કાર્યમાં નિગ કરી હારી ઉપર અનુગ્રહ કરવો. કુમાર બોલ્યાસંસારમાં રહેલા અને જેમ જન્મમરણને પરસ્પર સંબંધ હોય છે, તેમ સુખદુ:ખ પણ હોય છે. વિપત્તિ અને સંપદાઓ પણ અનુક્રમે આવી પડે છે, તો અન્ય હેતુની શી ગણના ! વળી
For Private And Personal Use Only