________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
આ પ્રમાણે પ્રવૃત્તિ ચાલતી હતી તે પ્રસંગે દેવતાઓ જેમની સ્તુતિ કરતા હતા, મેહરાજાના પ્રબળ વેરી સમાન અને આકાશમાગે ઉતરતા એવા ચારણ મુનીંદ્રને કુમારે જોયા. જ્યાં બુદ્ધિસાગર મંત્રી પ્રથમ બેઠે હતું તે સ્થાનકે દેએ રચેલા કમલાસન ઉપર તે મુનીંદ્ર બેઠા. કુમાર બે , રાક્ષસેંદ્ર! આ મહારા ગુરૂ આવ્યા છે, માટે ચાલો તેમને વંદન કરવા આપણે ત્યાં જઈએ અને આપણે જન્મ સફલ કરીએ. એમ સાંભળી રાક્ષસ તત્કાળ હા કહી તૈયાર થયે. એટલે
મંત્રી, કનકરથ રાજા, કુમાર અને સર્વગિલા મહરિપમનિ. રાક્ષસ વિગેરે સર્વે ભક્તિપૂર્વક મુનની
પાસે ગયા. મહરિપુ નામે મુનીશ્વર સુવર્ણ કમળના આસન ઉપર વિરાજમાન હતા, સુર, નર અને વિદ્યાધરે દ્રો તેમની સ્તુતિ કરતા હતા. તેમના તપોબળની કાંતિ સર્વત્ર પ્રસરી રહી હતી, નરેંદ્રાદિક સર્વે વંદન કરી નીચે બેઠા. અમૃત રસથી સિંચાએલા હેયને શું ? એમ સમસ્ત નગરવાસીજને પણ મુનિને પ્રણામ કરી ભક્તિમાં નિમગ્ન થયા છતા વિનયપૂર્વક બેઠા. એટલે મુનિએ તેઓના હિત માટે ધર્મ દેશનાને પ્રારંભ કર્યો. ક્રોધરૂપી દુષ્ટ ગ્રહથી ગ્રહણ કરાએલો પ્રાણી ભવરૂપી અરણ્યમાં ભટકે છે. તેમ ક્રોધના વશ થએલે જીવ અનેક પ્રકારની પાપ રચનાઓ કરે છે. કેટલાકને વધ બંધનાદિક દુખ આપે છે, તેથી તે પ્રાણી નરકગતિની પ્રચંડ વેદનાઓ ભેગવે છે. વળી જેનું હદય ક્રોધથી ભરેલું રહે છે તે પ્રાણ કાર્ય અને અકાર્ય પણ જાણતા નથી; તેમજ એગ્ય અને અગ્ય તથા ગ્રાહ્યા અને અગ્રાહ્યનું પણ તેને ભાન રહેતું નથી. માત્ર અનિષ્ટ ધાંધલમાં પડે છે. જ્યાં આગળ અગ્નિ લાગે છે, ત્યાં સર્વ વસ્તુઓને તે દાહ કરે છે. પાસે રહેલી વસ્તુઓ પણ તણખાઓથી સળગી જાય છે, પરંતુ
For Private And Personal Use Only