________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૪૩) કરૂણદષ્ટિથી દેવ બોલ્યા, હે કુમાર! આ કનકપુર નામે નગર છે.
વળી આ નગરને સ્વામી કનકરથ નામે રાજા કનકપુરનગર છે, અને તેની જ હેં દુ:ખ સમયે રક્ષા કરી,
વળી તેજ રાજાને હું ચંડ નામે પુરોહિત છું, હમેશાં હું નગરવાસી સર્વ કે ઉપર કે પાયમાન રહું છું. તેથી સર્વનાગરિક લકે હારી ઉપર બહુ દ્વેષી થયા છે, જેથી અહીં કોઈ રસ્તે જનાર પણ મારે મિત્ર થતું નથી. આ નગરને રાજા પણ કાનને બહુ કાશે અને સ્વભાવે બહુ ક્રૂર છે, તેથી અપરાધની શંકા માત્રથી પણ લેકેને બહુ ભયંકર દંડ કરે છે. તેવામાં એક દિવસે કોઈ એક મહારાષીએ રાજાને જુઠી વાત ભરાવી કે આ પુરેહિત ચાંડાળની સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે. તે સાંભળી રાજા મહારી ઉપર બહુ ગુસ્સે થયે, મહે રાજાને ઘણું પુરાવા સાથે આજીજી કરી મહારી સત્ય વાત જણાવી તે પણ તે વાત તેણે અસત્ય માની, હુને સણથી વીંટી લીધો અને તે ઉપર તેલ છાંટી અગ્નિદાહ કર્યો, કે જેથી અનેક પ્રકારે આક્રંદ કરતે હું બહુ દુઃખી થઈ પ્રાણુવિમુક્ત થયા. ત્યારબાદ ભવિતવ્યતાને લીધે અકામ નિજાથી અહીં સર્વગિલ નામે હું રાક્ષસ થયે છું. અને પ્રથમનું વૈર સંભારી તેને બદલો વાળવા અહીં આવી સર્વ નગરવાસી લોકોને મોં ગુપ્ત કર્યા છે. તેમજ નૃસિંહરૂપ ધારણ કરી મહે આ નરેંદ્રને પકડ હતું. તેટલામાં અદભુત પરાક્રમી એવા હમેએ દયાને લીધે એને મુક્ત કર્યો. તે જેમને હોટું આશ્ચર્ય લાગ્યું. તેથી અદશ્ય રહી ભક્તિવડે આ સમગ્ર સ્નાન વિગેરે તહારો સત્કાર હે દીવ્ય શકિતથી પ્રગટ કર્યો છે. તેમજ હવે આપની ઈચ્છાથી સમસ્તપુરના લેકેને યથાસ્થિત પ્રગટ કરું છું, એમ કહી સર્વગિલ રાક્ષસે સર્વનગર આબાદ કર્યું, કુમારે તત્કાળ સર્વ નાગરિક લોકોને હરતા ફરતા જોયા. ત્યાં
For Private And Personal Use Only