________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪ર)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
પરિચયથી શુદ્ધ એવી વિદ્વાનની બુદ્ધિ સમાન દેદીપ્યમાન, વિવિધ પ્રકારના શસ્ત્રોથી ભરેલી ઉત્તમ આયુધ શાળાઓ જોઈ, પરંતુ ત્યાં કઈ મનુષ્ય જોવામાં આવ્યાં નહીં, આવું રાજભવનાંગણ ઉજજડ શાથી થયું હશે ! એમ વિચાર કરતા તે કુમારે તે પુરૂષ સાથે રાજભવનની અંદર પ્રવેશ કર્યો, ત્યાં અનુક્રમે બહુ મનહર રચનાથી નિર્માણ કરેલ અને વિચિત્ર ચિત્રેવડે સુશોભિત સાત માળને એક પ્રાસાદ આવ્યું, એટલે કુમાર તેની ઉપર ચઢ્યો અને સર્વ રચના જોઈ તેના હૃદયમાં આશ્ચર્યરસ ભરાઈ ગયે. તેટલામાં સ્તંભ ઉપર સ્થાપન કરેલી ઉત્તમ પ્રકારની પુતળી એ હાથ જોડી કહેવા લાગી, ભીમકુમાર ! પધારે, એમ સત્કાર કરી જલદી સ્તંભ ઉપરથી નીચે ઉતરીને તેઓએ બહુ માનપૂર્વક કુમારને સુવર્ણમય આસન આપ્યું. પુરૂષ સહિત કુમાર આસન ઉપર બેઠે, તેટલામાં સ્નાન કરવાની સમસ્ત સામગ્રી આકાશમાંથી તૈયાર થઈ ત્યાં આવી, તે જોઈ શાલભંજીકાઓ (પુતળીઓ) બેલી, અમારી ઉપર કૃપા કરી આ વસ્ત્ર પહેરી લ્યો અને આપ સ્નાન કરે. કુમાર બેલ્ય-મહા મિત્ર અહીં નગરની બહાર ઉદ્યાનમાં રહેલો છે તેને જલદી અહીં બોલાવે. એમ સાંભળી તેઓએ મંત્રીને તત્કાલ ત્યાં બેલાવ્યો. પછી મંત્રી સહિત કુમારને સ્નાન કરાવી ભજન વિધિ થયા બાદ પાન સેપારી વિગેરે મુખવાસ લઈ પોતે પલંગ ઉપર બેઠે તેટલામાં જેના કાનમાં ચકચકિત મણિ કુંડલ શોભતાં હતાં અને જેઓની કાંતિ ગંડસ્થલપર પડવાથી મુખાકૃતિ વિવિધ પ્રકારની મનોહર લાગતી હતી, એ સુંદર કાંતિ. વાળ કઈક દેવ ત્યાં આગળ આવ્યું. વળી તે દેવ હસ્ત જેડી વિનયપૂર્વક બે, હે ભીમકુમાર ! હારા વિશેષ પરાક્રમથી હું તુષ્ટ થયે છું, માટે તું ઈચ્છિતવર માગ. કુમાર છે , જે તું પ્રસન્ન થયેલ હોય તો બેલ કે તું કેણ છે? આ નગરનું નામ શું છે? અને તે શૂન્ય થવાનું શું કારણ?
For Private And Personal Use Only