________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૪૧) એને સેવાર મારી નાખું તોપણ એ જીવતો હશે ત્યાં સુધી મહારે ક્રોધાગ્નિશાંત નહીં થાય. માટે અનેક પ્રકારની પીડાએ કરીને પણ એને માર્યા વિના મૂકીશ નહીં, કુમાર બે-ભદ્ર! જે તું અપકાર કરનાર ઉપર ક્રોધ કરતા હોય તો સર્વ પુરૂષાર્થને વિનાશ કરનાર અને અનેક દુઃખના કારણભૂત એવા ક્રોધરૂપી વૈરી ઉપર કપ કેમ કરતા નથી? માટે સમજીને આ દીનને છોડી દે. અને દયા રસમય સદ્ધર્મનું સેવન કર, જેથી અન્ય ભવમાં કર્મને ક્ષય કરી મોક્ષપદ સુલભ થાય. એમ બહુ રીતે તેને સમજાવ્યું તે પણ તેણે તે પુરૂષને છેડ્યો નહીં. ત્યારે કુમારે વિચાર કર્યો કે સામ, દાન અને ભેદ એ ત્રણ ઉપાયથી આ સાધ્ય નથી, કારણ કે આ બહુ ક્રોધી અને ઉદ્ધત છે. એમ જાણ કુમારે એકદમ તેના પર નીચે દબાવેલા પુરૂષને ખેંચી લઈ પોતાની પાછળ ઉભે રાખે, તેથી તે દેવ બહુ કપાયમાન થઈ ગુફા સમાન મુખ વિકાસ કરી કુમારને ગળવા માટે તે તરફ ઝડપથી દોડ્યો, પિતાના સન્મુખ આવતે જોઈ કુમાર તેના બને ચરણ પકડી મસ્તક ઉપર ફેરવે છે તેટલામાં તે સૂક્ષમ રૂપ કરી કુમારના હસ્તમાંથી નીકળી અદશ્ય રૂપે કુમારના ગુણવડે ખુશી થઈ ત્યાંજ ઉભે રો. ત્યાર બાદ તેને નહીં જોવાથી કુમાર તે નગરવાસી (તેના મુખમાંથી છોડાવેલા) પુરૂષને હાથ ઝાલી કૌતુક જેવાની ઈચ્છાથી રાજકુલમાં ગયા. ત્યાં માતંગ (ચાંડાલ હસ્તિઓ) ના સમૂહ વડે વ્યાકુલ, ઉત્તમ સૂત્રથી ભરેલી અને દેખાવમાં એક સરખી આકારવાળી વણકરોના મકાન સમાન હસ્તિઓની શાલાઓ તેના જેવામાં આવી. અન્ય બાજુએ તરૂશાખાઓ તેમજ બહુ વેલીઓથી વટાએલી મહેટી અશ્વશાલાઓનું નિરીક્ષણ કરતે કુમાર નિઃશંકપણે ચાલ્યો જાય છે, આગળ ચાલતાં અનેક શાસ્ત્રોના
For Private And Personal Use Only