________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વચ્ચે નર્તકીની માફક નૃત્ય કરતી ચંચલ જહા જાણે શરદ રૂતુના વાદળની મધ્યે વિજળીના વિલાસને અનુસરતી હોયને શું ? તેમ દેખાતી હતી, વળી તેણે મુખમાં સુંદર કાંતિમય એક પુરૂષ પકડેલ હતો અને તે બહુજ રૂદનપૂર્વક પ્રાર્થના કરતે હતો કે મહને મારશે નહીં, એ પ્રમાણે તેને દીન પિકાર સાંભળી કુમારે જાણ્યું કે આ કઈ પણ અતિ દારૂણ ચમત્કાર છે. એમ વિચાર કરી કુમાર વિનયપૂર્વક નૃસિંહ રૂપની પ્રાર્થના કરવા લાગે. મહાશય! આ દીન પુરૂષને છોડી મૂકે. એને અભયદાન આપવું ઉચિત છે. દરેકને પોતાના પ્રાણ બહુ પ્રિય હોય, તે સર્વ જન વિદિત છે. એમ સાંભળતાં જ અકસ્માત્ તે દિવ્ય પુરૂષનાં નેત્ર ખુલ્લાં થઈ ગયાં, ત્યારબાદ કુમારને જોઈ મુખમાંથી તે પુરૂષને પડતું મૂકી તેને પોતાના બંને પગતળે દબાવી રાખે અને તે બે -અરે ! ભવ્ય પુરૂષ! હું એને કેમ છોડું? કેમકે હને બહુ ક્ષુધા લાગી છે અને ઘણું દિવસે આજે તે ભક્ષ્ય તરીકે મળેલો છે. માટે મહારી ક્ષુધા તો આ પુરૂષવડે અવશ્ય હું શાંત કરવાને. કુમાર બોલ્યા, તું ક્રિયરૂપધારી કેાઈ દેવ હોય તેમ લાગે છે. તે આ પુરૂષ હારૂં ભક્ષ્ય કેવી રીતે થશે ? કારણકે દેવતાઓ કવલાહારી હોતા નથી. વળી જે તું દેવ ન હોય તે પણ બીજા કોઈ પણ પ્રકારે ત્યારે શરીરનો નિર્વાહ કરે ઉચિત છે. પરંતુ આ પુરુષની હિંસા કરવી સર્વથા અગ્ય ગણાય. હે વિબુધ ! દુ:ખ સહિત વિલાપ કરતા પ્રાણુઓનો વધ કરવો બહુ નિંદ્ય ગણાય છે, વળી જે રસ સ્વાદથી પ્રાણીઓને જેમ તેમ બાંધે છે, મારે છે અથવા હણે છે તે પ્રાણી દુસહ દુઃખ પર પરાને ભક્ત બની ભવ દવારંવાર ચિરકાલ પરિભ્રમણ કરે છે. તે સાંભળી દિલ્મ પુરૂષ બો - કુર! હારૂં સર્વ કહેવું સત્ય છે. પરંતુ એણે મને પૂર્વ ભવમાં બહુ દુઃખ દીધેલું છે. જેથી
For Private And Personal Use Only