________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભક્તિપૂર્વક મહારી પૂજા કરી? હું હારી કુળદેવી છું, અને મ્હારા પુત્રની ચિંતા દૂર કરવા માટે હું આવી છું, માટે નરેશ્વર? હવે વિષાદ કરવાની જરૂર નથી. એક અધમ પાખંડી કાપાલિક હારા પુત્રને ઉત્તર સાધકના મિષથી રાત્રીએ અપહાર કરી લઈ ગયો છે. અને તે યુદ્ધ કરી કુમારનું મસ્તક છેદવાની તૈયારીમાં હતું, તેટલામાં યક્ષિણદેવી ત્યાં આવીને પોતાના મંદિ૨માં કુમારને લઈ ગઈ છે. વિગેરે સમાચાર કહ્યા, અને વિશેષમાં જણાવ્યું કે કેટલાક દિવસે ગયા બાદ તે મોટી સમૃદ્ધિ સાથે અહીં આવશે એમ કહી કુલદેવી વિદાય થઈ. ત્યારબાદ કુલદેવીના વચનની સત્યતા તપાસવાના મિષથી હું શકુન જેવા માટે નગરની બહાર આવ્યા તેટલામાં અકસ્માત્ વામ અને દક્ષિણ અને બાજુએ તિત્તિરિ (તેતર) પક્ષીએ ખુબુ એમ ત્રણવાર શબ્દોચ્ચાર કર્યો. શ્વાન પણ પોતાની મર્યાદા ભૂમિમાં જઈ ઉંચા સ્થાને બેસી જમણા પગવડે મસ્તક ખણવા લાગ્યા, તેમજ ડાબી બાજુએ આકાશગિનીને શબ્દ પણ સાંભળવામાં આવ્યું. કાળી દેવચકલી વામભાગથી ઉચ્ચાર કરતી ક્ષીર વૃક્ષ ઉપર બેઠી. ઈત્યાદિક શુભ શુકન જોઈ બહુ ખુશી થઈ હું નગર તરફ વળતે હતે, તેટલામાં ગગનચારી આ પાપી એકદમ ત્યાંથી ઉપાડી હને અહીં લાવ્યો, તેથી બહુ પુણ્યવડે થઈ શકે એવાં આપનાં દર્શન મહને થયાં અને આપના વિરહાનલથી વ્યથિત થએલે હું જલદી શાંત થયો. માટે હે કુમાર? આ કાપાલિક મહારે બહુ ઉપકારી છે. તેથી હારી ઉપર દયા કરી તમે એને ધર્મને ઉપદેશ આપે. તે સાંભળી વિનયપૂર્વક કાપાલિક બેલે-કુમારે? આપે કાલીકાદેવીને જે ધર્મને ઉપદેશ આપે છે તેજ ધર્મ મહારા જેવા અધમીનું પણ શરણ થાઓ અને તે ધર્મના ઉપદેષ્ટા જીનેશ્વર ભગવાન સ્વારા ઈષ્ટ દેવ થાઓ. હે મંત્રી ?
For Private And Personal Use Only