________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
કરે છે. આ એક મસ્તકવડે એકસો આઠ મસ્તકરૂપ કમલેની પૂજા સંપૂર્ણ થાય છે, તેથી હું તેને પ્રત્યક્ષ થઈ સિદ્ધ થવાની હતી તેટલામાં હેકુમારે હારું આગમન થયું. હવે હું હારા પરાક્રમથી તુષ્ટ થઈ છું, માટે હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. કુમાર છે , જે મહારી ઉપર તુષ્ટ થઈ હોય તો મન, વચન અને કાયાથી તે જીવ વધનો ત્યાગ કર, અને તેથી ત૫ અને શીલવ્રતના સેવવાવડે લોકમાં હારી ધર્મ ખ્યાતિ બહુ વિસ્તાર પામશે અને એમ કરવાથી તું ઉત્તમ ધર્મિષ્ઠ ગણાઈશ. વળી હે દેવિ ? ત્રસ જીને ઘાત કરવાનું દુર્વ્યસન છેડી દે. કારણ કે જેમ મૂળ છેદવાથી વૃક્ષ નાશ પામે છે તેમ દયા વિના જીવાત્માઓને ધર્મ સિદ્ધ થતું નથી. માટે નિરર્થક પિતાની આગળ કોઈપણ પ્રાણીને વધ કરાવવું નહીં, તેમજ સજજનેએ નિંદવા લાયક મદિરાથી પણ હારે સંતોષ માનવો નહીં, વળી જે કાર્યને લીધે પણ પ્રાણી વધ કરે, કરાવે અથવા અનુમતિ આપે તેઓને મહા પાપી જાણવા, પણ જેઓ કાર્ય વિના પ્રાણી વધ કરે, કરાવે અથવા અનુદે તેઓ તે તેઓના પણ શિરોમણી ગણાય. તેમજ કવલ આહારથી રહિત એવી ત્યારે જીવ વધનું શું પ્રય જન છે.? વળી હે દેવિ? પૂર્વ ભવમાં પણ હું જીવદયામય જૈનધર્મ નથી કર્યો તેથી તું અધમ દેવનિમાં-કિટિબષિકા દેવી થઈ છે. માટે હવે તું સમજીને જીવવધને ત્યાગ કર. જેથી હારા ભક્ત પણ દયા પાળતાં શીખે, તેમજ તું જીનેંદ્ર ભગવાન અને તેમણે પ્રરૂપેલા સફદર્શન મૂલ ધર્મની શ્રદ્ધા કર. અને તેમની પ્રતિમાઓની યથાશક્તિ ભક્તિ કર. વળી તેમજ જીનધર્મના અનુયાયી મનુષ્યનાં સર્વ કાર્યોમાં તું સહાય કર; કેમકે તેમ કરવાથી તું મનુષ્ય ભવ પામી અનંત સુખધામ એવા મોક્ષ સ્થાને જઈશ. કાલિકા બેલી–કુમારે ? આજથી આરંભી
For Private And Personal Use Only