________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪ )
શ્રી સુપાશ્વનાથ ચરિત્ર.
ની માળા વ્હેરેલી હતી, નેત્ર અને મુખની આકૃતિ વિકરાલ ભાસતી હતી, તેમજ મહિષ ( પાડા ) જેનું વાહન હતું, જેના શરીરને દેખાવ અહુ ભયંકર હતા, જેના વક્ષસ્થળમાં મનુષ્યના આંતરડાઆના હાર વિચિત્ર ઢેખાવ આપતા હતા, વીસ હસ્ત અને દરેક હાથમાં જેણે વિચિત્ર આયુધ ધારણ કરેલાં હતાં એવી મહા ભયંકર રૂપવાળી કાલિકાની મૂર્તિ જોઇ; તેમજ તેની આગળ ઉલ્લેલે મહાક્રૂર અને પ્રથમના કપટ કરનાર એવા તે દુષ્ટ કાપાલિક કુમારની દષ્ટિગોચર થયા. વળી તે કાપાલિકના વામ હસ્તમાં એક સુંદર કાંતિમય પુરૂષ કેશવડે પકડેલા હતા. જે ભુજા ઉપર બેસી કુમાર આવ્યા હતા તે આ કાપાલિકના જમણા હાથ હતા, કેશથી પકડેલા પુરૂષને જોઇ કુમારે વિચાર કર્યો કે આ પાપિછ હવે હાથમાં પકડેલા પુરૂષને શું કરે છે? એનું મા ચેષ્ટિત ગુપ્ત રહી મ્હારે જોવું તેા જોઇએ. પછી જેમ ઉચિત લાગશે તેમ હ કરીશ. એમ વિચાર કરી કુમાર તેની ભુજા ઉપરથી ઝટ નીચે ઉતર્યો અને તેને ખબર ન પડે તેવી રીતે તે દુષ્ટની પાછળ સતાઈને ઉભા રહ્યો. પાતાની દક્ષિણ ભુજા આવી કે તરતજ કાપાલિકે ભીમકુમારના ખગ લઇ વામ હસ્તમાં પકડેલા પુરૂષને કહ્યું કે રે અધમ ? હવે તું ત્હારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે. કારણકે આ ખવડે હારૂ શિરકમલ છેદીને આ કાલિકાદેવીનુ હું પૂજન કરીશ. પુરૂષ ખેલ્યા, સર્વ જગતના જીવાના નિષ્કારણુ અરૂપ શ્રીમાન જીનેન્દ્ર ભગવાન મ્હારે સદા સ્મરણીય છે, તે સિવાય અન્ય કાઇપણુ નથી. પરંતુ જીનેન્દ્ર ભગવાનના ઉપાસક અને પરપરાથી પ્રાપ્ત થએલા મ્હારા સ્વામી કે જે ભક્તજન ઉપર અહુ દયાળુ છે, તેમજ જેમની સાથે બાલક્રીડામાં આજસુધીને સમય મ્હેં વ્યતીત કર્યો છે, વળી જેમણે મ્હને બહુ માન્ય તરીકે માનેલા છે, અને પ્રથમથીજ મ્હે' તેમને ના પાડી હતી તે પણ
For Private And Personal Use Only