________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૩૩) તિરૂપ કાલનાગિનું હોય ને શું ? રક્તચંદનથી લિપલી, અતિ કઠિન ચંચળ તેમજ ભયંકર આકૃતિવાળી અને લંબાયમાન એવી યમરાજાએ પ્રગટ કરેલી જીલ્લા હોય ને શું? તેમ તે ભાસવા લાગી, ક્ષણમાત્રમાં વિસ્મયકારક એવી તે ભુજા તેઓની પાસે આવી પહોંચી, નિર્ભયપણે મુનિઓ તથા કુમાર વિગેરે તે જોવા લાગ્યા. એટલામાં એકદમ કુમારની પાસે તે ભુજા આવી અને તેના હાથમાંથી ખ ખુંચી લઈ તરતજ તે ભુજા પશ્ચાત્ મુખે આકાશમાગે પાછી વળી તે જોઈ કુમારે વિચાર કર્યો કે આ હાથ આવે વિચિત્ર કોને હશે ? તેમજ મહારે ન લઈ જઈને તે શું કરશે? તે મહારે જોવું જોઈએ, માટે જેનો આ હસ્ત છે તેને હું પોતે જોઉં તે ખરે? એમ જાણી બહુ કૌતુકી એ તે કુમાર મુનિને નમસ્કાર કરી સિંહની માફક આકાશમાં ફાલ ભરી તે ભુજા ઉપર ચઢી બેઠે. તે જે સમસ્ત મુનિઓને આશ્ચર્ય થયું. અતિ શ્યામ ભુજા પર આરૂઢ થએલે અને અનુક્રમે નભસ્તલમાં ગમન કરતે એ તે કુમાર કાલિય નાગના પૃષ્ઠ પર સુતેલા કૃષ્ણની લીલાને વહન કરવા લાગ્યું. તેમજ સ્થિર અને સ્થલ ભુજારૂપી પાટીયાનું અવલંબન કરી વિશાલ નભસ્તલરૂપી સમુદ્રને તરતે કુમાર ભાગી ગએલા હાણવાળા વણિકની તુલનાને ધારણ કરવા લાગ્યા. અનુક્રમે બહુ વૃક્ષ ઘટાઓ, અનેક પર્વત અને નદીઓનું અવલોકન કરતો ભીમકુમાર નિર્ભય ચિત્તે ચાલતું હતું, તેવામાં ત્યાં એક કાલિકાદેવીનું મંદિર તેના જેવામાં આવ્યું. તે ભવન રૂધિરથી વ્યાસ, ચરબીના સંસર્ગથી બહુ ભયંકર
અને દરેક ઠેકાણે પડેલા માંસના ટુકડાભયંકરદેવી. એથી જાણે રક્તપુપિવડે પૂછત હોય ને
શું? તેમ દેખાતું હતું. કુમારે તરતજ તેની અંદર પ્રવેશ કર્યો. ત્યાં જેણીએ પોતાના કંઠમાં મનુષ્યના મસ્તક
For Private And Personal Use Only