________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૩૧) ત્યાગ કર્યો, તેથી હને પણ જન્માંતરમાં સર્વ સુખમય મણ ધામ દુર્લભ નહીં થાય. તેમજ આપને વિષે હારી ઉત્તમ ભક્તિ છે. વળી તે સ્વામિન્ જે જીનેશ્વર ભગવાન સહારા પૂજ્ય છે તેજ ભગવાન મહારા પણ જીવન પર્યત શરણ થાઓ. એ પ્રમાણે અને ત્યંત વૈરાગ્ય ભાવથી પ્રગટ થએલી ભકિતમાં લીન થઈ તે કંઈક બોલવા વિચાર કરતી હતી તેટલામાં અતિ મનોહર પ્રબંધ રૂપી સમૃદ્ધિથી વ્યાપ્ત સિદ્ધાંત વચનને મધુર નાદ કુમારના સાંભળવામાં આવ્યે. તેથી કુમારે દેવીને પૂછ્યું કે શું અહીં કેઈ અભ્યાસ કરે છે ! યક્ષિણ બોલી, સ્વામિન્ ! આ વિંધ્યાચલની મોટી ગુહામાં મહા મુનિઓ ચાતુર્માસ કરવા રહેલા છે, તેથી પિતા પોતાને વિશેષ સ્વાધ્યાય કરતા તે તપસ્વીઓને આ મધુર નાદ સંભળાય છે. તે સાંભળી કુમાર છે આ આકસ્મિક વાદળ વિનાની વૃષ્ટિ સમાન, તેમજ મરૂદેશમાં કમળથી સુશોભિત સરોવર સમાન ગણાય. કારણકે અહીં પણ મહને પુણ્ય ભેગે ઉત્તમ સાધુઓને સમાગમ થયે. તેથી હવે તે બાકીની રાત્રી તેઓના ચરણ કમળમાંજ હું વ્યતીત કરીશ. આ પ્રમાણે કુમારને અભિપ્રાય જાણે અહીં ચાલે એમ બોલતી યક્ષિણી માર્ગ બતાવવા માટે આગળ ચાલી. કુમાર પણ તેની પાછળ ચાલવા લાગ્યા અને અનુક્રમે મુનિઓના આશ્રમમાં ગયે. વળી તે યક્ષિણીએ કુમારને કહ્યું કે હું પ્રભાતમાં પરિવાર સહિત મુનિઓનાં દર્શન કરીશ. એ પ્રમાણે રજા લઈ તે પોતાના સ્થાનમાં ગઈ, અને ત્યાં આગળ રહી સ્વસ્થ ચિત્તે કુમારના કહ્યા પ્રમાણે ધર્મધ્યાન કરવાલાગી. ગુહાની બહાર ઉભા રહેલા કુમારે પરિવાર સહિત મુનીંદ્રને
જોયા. કેટલાક મુનિઓ નાના પ્રકારનાં આ મુનિદર્શન, સને વાળી બેઠેલા હતા. કેટલાક સ્વાધ્યાય
ધયાનમાં સ્થિરવૃત્તિ કરી બેઠા હતા. વળી
For Private And Personal Use Only