________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર તાપથી ઉષ્ણુતા અનુભવતે છતે સુખ જાણે છે. તેમજ બહુ જઠરાગ્નિના બળથી સુધારૂં મનુષ્ય ભોજન કરી ક્ષણમાત્ર સુધા શાંત થવાથી સુખ માને છે, પરંતુ પરિણમે તે ખાધેલું અન્ન વિષ્ટારૂપ થઈ બહુ પીડા કરે છે અને તેને ત્યાગ કરવાથી પુનઃ સુધા વેદના અત્યંત દુખદાયક થાય છે. તે પ્રમાણે વિષય સુખ પણ ફખરૂપજ છે, કારણકે દુ:ખની શાંતિમાં સુખાભાસ થાય છે. જેમ ધતૂરાના રસનું પાન કરનારને સર્વ વસ્તુ સુવર્ણમય દેખાય છે. તેમ મેહથી અંધ બનેલા પ્રાણુઓને વિષયરસ પણ સુખ રૂપ ભાસે છે. જેમ નખવડે ખણવાથી ખસને વ્યાધિ શાંત થત નથી પરંતુ ઉલટે વૃદ્ધિ પામે છે, તેમ વિષય સેવનથી વિષય તૃણ વૃદ્ધિ પામે છે, પરંતુ ક્ષીણ થતી નથી. અન્ય સ્થળે પણ કહ્યું
न जातु कामः कामाना-मुपभोगेन शाम्यति । हविषा कृष्णवर्मेव, भूय एवाऽभिवईते ॥
અર્થ—“વિષને ઉપભેગ કરવાવડે કેઈ દિવસ વિષય તૃષ્ણા શાંત થતી નથી, પણું ઘી હોમવાથી અગ્નિની માફક તે ઉલટે વૃદ્ધિ પામે છે.” માટે હે દેવિ ? હાલમાં તું દુસહ દુઃખના હેતુ બૂત વિષય ભેગની ઈચ્છાને ત્યાગ કર. અને જીનેંદ્ર ભગવાનની વિશેષ પ્રકારે ભક્તિ કર, તેમજ તેમણે પ્રરૂપેલા ધર્મની આરાધના કરવામાં તત્પર થા અને તેથી હારૂં સર્વ કાર્ય સિદ્ધ થશે. યક્ષિણી બોલી, હે કુમાર? હાલ હારી પ્રીતિ માત્ર સહારા ઉપરજ છે. કારણકે આ પ્રમાણે આપના ઉપદેશથી મહારી મનાવૃત્ત વિષય રહિત થઈ ગઈ છે આપે જેવી રીતે એકાંત દુખ દાયક વિષયસુખનું સ્વરૂપ વર્ણવ્યું, તે પ્રમાણે વર્ણન કરવા બૃહસ્પતિ સમાન એ બીજે કઈ પણ સમર્થ થાય નહી. આપના પ્રસાદવડે આજથી મહે વિષયભેગને સર્વથા
For Private And Personal Use Only