________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિના નાગદત્તના સંબધ વડે દર્શાવેલ છે. વળી સામાયિકમાં બેસીને મનની અંદર દુપ્પણિધાન કરવું નહીં, કારણકે તેથી અતીચાર (દોષ) લાગે, તે સંબંધી માન વણિકની કથા આપી છે, તેમજ બાકીના અતિચારાનું સ્વરૂપ બતાવી દરેકનાં દષ્ટાંત સવિસ્તર દર્શાવ્યા છે, જેથી કોઈ પ્રકારે શંકાને સ્થાન રહેતું નથી. હવે અતિથિ સંવિભાગ એટલે દરેક શ્રદ્ધાનંત ગૃહસ્થ જીએ પિતાને ત્યાં બનતી રસાઈમાંથી અતિથિ નિમિત્તે વિભાગ કાઢવો જોઈએ.
અતિથિઓને આવતા જોઈ બહુ આદર પૂર્વક સમયોચિત ભેજ્ય વડે ભક્તિ કરવી એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે, વળી તે અતિથિનું સ્વરૂપ કેવું હોય છે?
નમિયાખ્યાં છે. આ વાકયને અનુસરી કેવલજ્ઞાનવાન કિંવા ક્રિયાશ્રયી નહીં, પરંતુ ઉભયના અવલંબી હેય તેઓ અતિથી કહેવાય. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે --
तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथि तं विजानीया-च्छेषमभ्यागतं विदुः ।। १ ।। અર્થ–જે મહાત્માએ સમભાવમાં રહીને દરેક તિથીઓ, પર્વો કે ઉત્સવનો ત્યાગ કર્યો હોય તેવા ત્યાગી પુરૂષને અતિથિ જાણવા, તે શિવાય અન્યને અભ્યાગત જાણ. આ ઉપરથી ઉત્તમ ચરિત્રધારક મુનિને જ અતિથિ સમજવા અને તેમની ભકિત વસ્ત્ર, પાત્ર અને પુસ્તકાદિવડે અનેકધા શાસ્ત્રકારોએ બતાવી છે, તે પ્રમાણે શાંતિમતી શ્રાવિકાએ ભક્તિવડે પોતાને જન્મ સફલ કર્યો છે કેટલીક તેને વિપત્તિઓ આવી પડી છે છતાં તેણીએ દઢ ભક્તિ ભાવમાં વકર્તવ્ય સિદ્ધ કર્યું છે. વળી એવી ભકિત નહીં કરવી કે માત્ર અન્યનું અનુકરણ જ થાય, કિંવા અન્યની ભક્તિ જોઈ ઈર્ષ્યાને લીધે કિલષ્ટ ભાવથી ભિક્ષા દાન દેવું. આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી અતીચાર દોષ લાગે છે વિગેરે ઘણી બાબત જાણવા જેવી છે. તેની મૂળકારે એવી ઘટના કરી છે કે વાચકોને કંઈ પણ અગમ્ય રહે તેમ નથી. આ પ્રમાણે શ્રીમાન સુપાર્શ્વનાથ ભગવાને દાનવીર્ય રાજાને ઉદ્દેશી બાર વ્રતની વ્યાખ્યા કરીને અંતિમ ભાગમાં પોતાનું અવસાન પાણી સંલેખનાનું સ્વરૂપ બતાવ્યું છે. બાર વ્રતધારી એવા શ્રાવકે પણ અંત સમયે સમાધિ મરણ માટે વિધિ પૂર્વક સંલેખન કરવી જોઈએ. આ લેખના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે
For Private And Personal Use Only