________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
દેવપૂજન, વિધિપૂર્વક દાન અને વિશેષે કરી ભોજન તે કરવું જ નહીં. વળી જેઓ આ વ્રત ગ્રહણ કરીને વિરાધના કરે કિંવા અતિચાર સેવે તેઓ કિટિબષિક દેવપણે ઉત્પન્ન થાય છે તેમજ તેઓ દુર્લભ બધી થાય છે એમ સમજી દત્ત વણિકે રાત્રિ ભોજનને સર્વથા પરિહાર કર્યો, જેથી જન્માંતરમાં સુખી થશે. માટે અન્ય શ્રાવકોએ પણ નિરતિચાર વ્રત પાળવું.
આઠમું અનર્થ દંડ વિરમણ વ્રત કહ્યું છે તેમાં વિમલ છીની કથા દર્શાવી છે વિમલે યતના પૂર્વક આ વ્રતની નિરતીચાર આરાધના કરી તેનું ફલ તેણે ઉત્તમ પ્રકારે મેળવ્યું અને સહદેવ તેના પ્રસંગમાં હતા પરંતુ સ્વચ્છાચારી થઈ પ્રવૃત્તિ કરવાથી બહુ દુઃખી થયો તે બાબત તેની કથા ઉપરથી જ સ્પષ્ટ થાય છે તેના અતિચારે પૃથ પૃથક્ દૃષ્ટાંત સાથે મિત્રસેન વિગેરેના સંબંધથી વર્ણવ્યા છે. હવે નવમું સામાયિક વ્રત-સામાયિક એટલે બે ઘડી સુધીનો સમય. જે સમયમાં મન, વચન અને શારિરીક સંયમથી સ્વાબાય કરો. સમભાવમાં રહીને સામાયિક કરવું. જેમકે –
सामाइयं कुणतो, समभावं सावओ घडिअदुगं ।
अाउं सुरेसु बंधइ, इत्ति अमित्ताइँ पलियाइं ॥ १ ॥ અથ–માત્ર બે ઘડી સમભાવમાં રહી સામાયિક કરતા શ્રાવક તેટલા પલ્યોપમ સુધી દેવતાઓનું આયુષ્ય બાંધે છે વળી સામાયિક લઈ દુર્ધાન કરવું નહીં, માત્ર સ્વાધ્યાય જ કરવો. કારણકે –
सावयं दलयत्यलं प्रथयते, सम्यक्त्व शुद्धि परां, नीचैर्गोत्रमधः करोति कुगते-,श्छिद्रं पिधत्ते क्षणात् । सद्धयानं धिनुते निकृन्तति ततं, तृष्णालतामण्डपं,
वश्यं सिद्धिसुखं करोति भविना-,मावश्यकं निर्मितम् ।। १ ।। અથ–ભવ્ય પુરૂષોએ આચરણ કરેલે સ્વાધ્યાયવિધિ સાવદ્ય-પાપ કાર્યનું સર્વથા દહન કરે છે, ઉત્તમ પ્રકારે સમ્યકત્વની શુદ્ધિને વિસ્તારે છે, નીચ ગોવને તિરસ્કાર કરે છે, ક્ષણમાત્રમાં મુગતિના દ્વારને બંધ કરે છે, સપ્લાનને પ્રગટ કરે છે, ચારે તરફ વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી લતા મંડપનો ઉછેદ કરે છે, અધિક શું કહેવું ? દુર્લભ એવા સિદ્ધિ સુખને પણ પિતાને સ્વાધીન કરે છે, માટે સામાયિક વ્રત લઈને સ્થિર ચિત્તિ સ્વાધ્યાયજ કરે, તે
For Private And Personal Use Only