________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૨૫) ધર્મ કહેવાય. વળી તે ધર્મ નિરતિચાર હોય તે જ તે સમ્યકત્વ નિશ્ચલ ગણાય. માટે જે તહારે નિશ્ચલ સમ્યકત્વ પાળવું હોય તે આ પાખંડી કાપાલિકનું દર્શનમાત્ર પણ છોડી દે ! દુર્જ નને સંગ જે કે પ્રથમ મધુર લાગે છે, પરંતુ પરિણામે તે કાલ કૂટવિષથી પણ અધિક દુઃખદાયક થાય છે. તે સાંભળી કુમાર બે –દાક્ષિણ્યતાને લીધે તેનું વચન સ્વીકારેલું છે માટે મહારાથી તેનું કાર્ય કર્યા સિવાય તેને ત્યાગ નહીં થઈ શકે. વિષ ધર (સર્પ) ની ફણમાં પણ રહેલે મણિ શું વિષશક્તિને નથી હરતે મંત્રીસુત બલ્ય, જે આ૫ પ્રતિજ્ઞા પાળવામાં દઢ નિશ્ચયવાળા છે તે પ્રથમ અંગીકાર કરેલું સમ્યકત્વ વ્રત નિરતિચાર પાળો. વળી તમોએ જે વિષધર મણિનું દષ્ટાંત આપ્યું તે અહીં લાગુ પડતું નથી, કારણકે તે સર્પને મણિ અભાવુક દ્રવ્ય છે. એટલે હેને અન્ય પદાર્થની ભાવના લાગી શકતી નથી, અને જીવ એ ભાવુક દ્રવ્ય છે, તેથી હેને સંગ દેષ લાગે છે, માટે આ દષ્ટાંત યથાર્થ વિચારતાં અહીં અનુપગી છે. એમ અનેક યુક્તિ. એથી મંત્રી સુતે તેને બહુ સમજાવ્યું, પરંતુ દુરભિમાનના અને સત્ય આવેશમાં કુમારે તે પાખંડીને છોડે નહીં. એમ કરતાં અનુક્રમે કાળીચૌદશ આવી. મધ્યરાત્રી થઈ એટલે
કાપાલિકાના કહ્યા પ્રમાણે કુમાર તૈયારી કરવા સાધનાનુષ્ઠાન. લાગ્યો. બહુ કેમલ અને સૂક્ષમ એવું વસ્ત્ર
દૃઢ ગાંઠ વાળીને પહેરી લીધું, માવ્યગ્રંથિ વડે કેશપાશ બા અને હાથમાં ચળકતો ખરું લઈ ગુપ્ત રીતે પિતાના સ્થાનમાંથી બહાર નીકળી હાડપંજરોથી મહાભયંકર
મશાનભૂમિમાં કાપાલિકની સાથે તે ગયે. ત્યાં ગયાબાદ કાપાલિક ઝડપથી એક મંડલ ખેંચી તેની અંદર પિતાના ઈષ્ટદેવનું પૂજન
For Private And Personal Use Only