________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૪)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર રર સેવા કરવાની બાકી રહી છે. તેથી કાળીચૌદશની રાત્રિએ સ્મશાનભૂમિમાં જઈ ઉત્તમ પરાક્રમી એવા તમને ઉત્તર સાધક કરી આ કાર્યની સિદ્ધિ કરવા હારી ઈરછા છે. વળી તે કૃષ્ણ ચતુર્દશી આજથી દશમે દિવસે છે, માટે જરૂર હારી સહાયથી તે વિદ્યા મહને સિદ્ધ થશે. કુમાર બે-અસાર એવા આ શરીરવડે કોઈને પણું જે ઉપકાર કરાય તે એથી અન્ય શું બાકી રહ્યું ? એમ કહી કુમારે તેનું વચન માન્ય કરી કહ્યું કે હે કાપાલિક? આનંદથી તમે તમહાસ સ્થાનમાં જાઓ, તે સાંભળી કાપાલિક છે, હે સરૂષ! આપની આજ્ઞા હોય તે ચાદશ સુધી હું આપની પાસે રહું. કુમાર બેલ્યા–બહુ સારૂં. ત્યાં સુધી અહીં રહેશે તેમાં અમને કઈ પ્રકારની અડચણ નથી. ત્યારબાદ કાપાલિક નિરંતર કુમારની પાસે રહે છે અને શયનાદિક પણ પાસેજ કરે છે. તે જોઈ મંત્રી પુત્ર બોલ્ય–કુમાર? આ પાખંડી અહીં
શા માટે રહ્યો છે ! કુમાર બલ્ય, કઈ કાર્ય મંત્રીત માટે તે આવ્યા છે તે ભલે રહે, તેમાં આબુદ્ધિસાગર, પણને શી હરક્ત છે ? મંત્રીસુત બોલ્યા
એનાથી આપણું શું કાર્ય થાય તેમ છે? જેની સાથે આલાપ માત્ર પણ અનુચિત છે તેમજ ક્ષણમાત્ર પણ એને પરિચય સમ્યકત્વને મલિન કરનાર છે. માટે હે કુમાર! કૃપા કરી એ પાખંડીને કાઢી મૂકે. કારણકે આ જગતમાં રાજ્ય, વિદ્યા, ધન અને ધાન્ય વિગેરે સર્વ સંપત્તિઓ સુલભ છે. પરંતુ એક નિરતિચાર સમ્યકત્વ દુર્લભ છે. વળી જેમ પર્વતેમાં સુમેરૂ, દેવમાં , ગ્રહોમાં ચંદ્ર અને પૂજ્ય દેવામાં આવેંદ્ર ભગવાન તેમ સર્વ ધર્મોમાં સમ્યકત્વ વ્રત ઉત્તમ છે. તેમજ જે મનુષ્યજન્મ તેજ જન્મ, જેમાં ઉત્તમ પ્રકારનો ધર્મ હોય તે મનુષ્યજન્મ, અને જેમાં સદાકાળ નિશ્ચલ સમ્યકત્વ રહ્યું હોય તેજ
ર
:
For Private And Personal Use Only