________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૨ )
સુપાર્શ્વનાથ ચરિત્ર.
આકૃતિવાળા હાય છે. કે જેઓનું દર્શન પણ અચેાગ્ય થઇ પડે છે. તા તેઓને ધર્મ શ્રવણ કયાંથી થાય ? તેમજ કેટલાક ઉત્તમ આકૃતિવાળા હાય છે; પરંતુ તેમાં કેટલાકને અનેક પ્રકારના વ્યાધિઓ પીડે છે. જેથી ધર્મ શ્રવણુ કરવામાં તેઓની બુદ્ધિ સ્થિર થતી નથી. વળી નરક સમાન ગર્ભાવાસમાં અસહ્ય દુ:ખા સહન કરી કેટલાક પ્રાણીએ પાપજન્ય પરિણતિને લીધે ખાલ્યાવસ્થામાંજ ઉન્માર્ગે ચાલનારા થાય છે. મઢ ભાગ્યને લીધે તેઓ નૃત્યાકૃત્યના વિવેક પણ જાણતા નથી. જ્ઞાનિ પુરૂષોએ તેઓને ધર્મ શ્રવણના લાભ બહુ દુલ ભ કહ્યો છે. વળી માળસ, માહ, માન, ક્રોધ, પ્રમાદ, કૃપણુતા, ભય, શાક, અજ્ઞાન, વિક્ષેપ, કેતુહલ વિગેરે અનેક કારણાને લીધે અત્યંત દુÖભ એવા મા મનુષ્યભવ પામીને પણ જીવાત્મા સસાર તારક અને હિતકારક ધર્મ દેશનારૂપી અમૃતનું પાન કરતા નથી. સદ્ગુરૂએ પાયેલુ તવા રૂપી અમૃત જેએ વમન કરી કાઢી નાખે છે તેવા મિથ્યાભિનિવેશના આડંબરીઆમાં ધશ્રદ્ધાની પરિણતિ ક્યાંથી ઢાય ? તેમજ મ ંદ સત્ત્વવાળા પ્રાણીઓને સયમ પ્રાપ્તિ બહુ દુર્લભ છે. સંચમ પ્રાપ્ત કર્યા પછી વેરાગ્ય પણ દુલ ભ છે. જે વૈરા ચથી અનંત ભવમાં ઉપાર્જન કરેલાં દુ:ખાના ક્ષય કરનાર મોક્ષ પશુ સુલભ થાય છે. માટે હે ભવ્ય પુરૂષ ! તમને ધર્મ શ્રવણુ કરવાની આ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઇ છે, તેથી ઉત્તર ગુણુામાં સાવધાન થઇ ઉદ્યમ કરો અને આ ઇંદ્રિય પટુત્વાદિક સર્વ સાધન સામગ્રી સલ કરી. હે દેવાનુપ્રિય ! દુસ્તર ભવસાગર તરવાને ઉદ્યુત થાઓ, જો જૈન દીક્ષારૂપી નૌકાના આશ્રય કરો તા તમે જલદી આ સંસાર સાગર તરી જશે!. કદાચિત્ દીક્ષા લેવાની શક્તિ ન હાય તે સમ્યકવ મૂલ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરો. જેથી કરીને અનુક્રમે ભવ સમુદ્રના પાર પામશેા. તે સાંભળી
For Private And Personal Use Only