________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૨૧ ) ધક, અનેક પ્રાણીઓને આનંદદાયક, પૂર્ણ ચંદ્રની માફક નિષ્કલંક, તેમજ કુટિલતા રહિત, જ્ઞાન, દર્શન તથા ચારિત્રાદિક નિર્મલ ગુણ રત્નોથી પરિપૂર્ણ, વળી અત્યંત ગંભીર અને ક્ષાર તથા જડપણાના દોષથી વિમુક્ત એ જાણે અપૂર્વ સમુદ્ર હેય ને શું ? એવા સૂરિશ્વરનાં દર્શન કરી રાજાએ ત્રણ પ્રદક્ષિણે પૂર્વક અભિવંદન કર્યું. એટલે સૂરિએ પણ શિવસુખદાયક ધર્મલાભ આપે. રાજા બહુ વિવેકી હોવાથી પોતાના પરિવાર સહિત ઘણે દૂર તેમજ બહુ નજીક નહી તેવી રીતે બેઠે. ગુરૂ મહારાજે વિશુદ્ધ ધર્મદેશના પ્રારંભ કર્યો. પ્રચંડ
કર્મ રૂપી જલતરંગથી વ્યાકુલ, આપત્તિ ગુરૂદેશના રૂપ મહાટા આવતથી વ્યાપ્ત, સેંકડે દુ:ખ
રૂપી કાચબાઓ તથા માત્સર્ય રૂપી મગર મચ્છના પુચ્છ વિઠન વડે ભયંકર, અને ઈદ્રિ તથા કષાયથી દુષિત થયેલ મનોવૃતિ રૂપી પ્રચંડ પવન વડે હુસ્તર એવા આ ભવસાગરમાં જીવને મનુષ્યભવ રૂપી રત્ન મહાકષ્ટવડે પ્રાપ્ત થાય છે. તેમાં પણ એકસેને સાઠ વિજય છે અને ભરત તથા રાવત દશ છે. એમ બન્ને મળી એકસોને સીતેર ક્ષેત્રે છે. તે દરેક ક્ષેત્રના છ છ ખંડે છે, તેમાં પાંચ ખંડ અનાર્ય અને ફક્ત છઠ્ઠો ખંડજ આર્ય હોય છે. તે આર્યખંડમાં સાડી પચીશ દેશ માત્ર આર્ય છે. તે દેશમાં પણ રાજ્યાંતર પર્વત દુર્ગ અને વનમાં વાસ કરતા જનો અને મિથ્યાત્વીઓ પ્રાયે સામગ્રીના અભાવથી અધમીજ હોય છે. હવે ધાર્મિક પ્રદેશોમાં પણ ચાંડાલાદિક અસ્પૃશ્ય જાતિઓમાં ધર્મોપદેશક ગુરૂઓનો સમાગમ બહ ઓછા હોય છે. વળી સ્પૃશ્ય જાતિઓમાં પણ અધમિ અને પાર ખંડિ કુલેમાં જન્મેલા પ્રાણીઓ ધર્મપ્રવર્તક ગુરૂઓને સેવતા, નથી. તેમજ સ્કુલમાં ઉત્પન્ન થએલા કેટલાક પ્રાણુઓ ભયંકર
For Private And Personal Use Only