________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
સુપાર્શ્વનાથ ચરિત્ર. એના અભ્યાસમાં શુકલ પક્ષના ચંદ્ર ભીમકુમાર. સમાન વધવા લાગ્યા. કુમારને જોઈને લે
કેનાં હૃદય તથા નેત્ર આનંદમય વર્તવા લાગ્યાં. વળી બુદ્વિલ નામે હરિવહન રાજાને મંત્રી છે, તેને બુદ્ધિસાગર નામે પુત્ર, સમાનવય હોવાથી તે ભીમકુમારને ખાસ મિત્ર હતું. પરસ્પર તે બન્ને જણા અભેદ દષ્ટિએ બાળક્રીડા કરવામાં સમય વ્યતીત કરતા હતા. એક દિવસે પ્રભાતના સમયે પિતાના ભવનમાંથી નીકળી બુદ્ધિસાગર સહિત ભીમકુમાર રાજસભામાં ગયે અને રાજાના ચરણકમલમાં પ્રણામ કર્યો. રાજાએ પણ પ્રેમપૂર્વક આલિંગન કરી પોતાના ખેળામાં કુમારને ક્ષણ માત્ર બેસાડ, પશ્ચાતું ત્યાંથી ઉઠી ગ્ય આસન ઉપર બેસી કુમાર પોતાના સુકમલ હસ્તવડે વિનય પૂર્વક નરેદ્રના ચરણ પોતાના ખોળામાં સ્થાપન કરી સેવા કરવા લાગે. વિશેષ ભક્તિમાં નિમગ્ન થઈ પિતાના મુખારવિંદમાંથી નિકળતા ઉપદેશ રસનું તે પાન કરતું હતું તેટલામાં ઉદ્યાનપાલક ત્યાં આવી નરેદ્રને વિનતિ કરવા લાગ્યો, દેવ સમસ્ત ઇંદ્રો વડે સેવાતા એવા અરવિંદ મુનીંદ્ર પોતાના શિષ્ય ગણ સહિત કુસુમાકર ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજા અત્યંત વિસ્તાર પામતા હર્ષ રૂપી
તરંગોથી રોમાંચિત થઈ ગયો. અને મુકુટ અરવિંદ મુનિ, સિવાય સર્વ આભરણે વનપાલને અર્પણ
કર્યા. તેમજ બહુ ઉમંગથી તત્કાળ સામંત, મંત્રી વિગેરે પરિવાર સહિત રાજા વંદન કરવા ચાલ્યો. પાંચ પ્રકારના અભિગમપૂર્વક મુનીંદ્રના સ્થાનમાં તેઓ ગયા, ત્યાં અપૂર્વ સૂર્યબિંબની માફક તીવ્ર તપશ્ચર્યાના તેજથી દેદીપ્યમાન, દર્શન માત્રથી સંતાપને હરણ કરનાર, ભવિક રૂપી કુમુદ વંદના વિબે
For Private And Personal Use Only