________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૧૬)
સુપાર્શ્વનાથ ચરિત્ર. વાનું ત્યારે શું પ્રયોજન છે? ભાસ્કર બે, ઘેર આવેલા બ્રાહ્મણ ભિક્ષુકને સત્કાર પૂર્વક દાન આપો, કેમકે તમહારા સરખા સજજન પુરૂષે બ્રાહ્મણ શિવાય અન્યનું સન્માન કરે તે જોઈ મહારું હૃદય ચરચર બળી જાય છે. વણિક બલ્ય, ભદ્ર? આ પ્રમાણે હારૂં બોલવું સર્વથા અનુચિત છે. કારણ કે જે બ્રહ્મ ચર્ય પાળે તેજ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય. વળી જે સ્ત્રીને રાગી હોય તે શુદ્ધ અને અશુચિમય ગણાય છે. આ મુનિ મહારાજ તો સ્વ અને પરના હિતકારી, સમ્યફપ્રકારે વિશુદ્ધ ગુણના ધારણ કરનાર, કાંચન કોમનીના સર્વથા ત્યાગી, મમત્વ તથા માત્સર્ય રહિત અને કુક્ષિમાત્ર પૂર્ણ થાય તેટલીજ ભિક્ષાના ગ્રાહક હોય છે. એ વાત લોક પ્રસિદ્ધ છે. ભાસ્કર બેલ્ય, મહાશય ? એ તમહારૂં કહેવું હું સમજ્યો, પરંતુ તેઓ વેદવિહિત માર્ગથી શૂન્ય હોય છે, માટે તેમની ભક્તિ કરવાથી શું ફલ? હવે આની આગળ વિશેષ બલવાનું વ્યર્થ છે એમ જાણું શ્રેષ્ઠી મન રહે અને આ પ્રમાણે મુનિઓની જુગુપ્સા કરવાથી ભાસ્કર મરીને મહાપાપના ઉપાર્જન કરવાવડે પ્રથમ નરક ભૂમિમાં ઉત્પન્ન થયે. તેને નાને ભાઈ ભાનુ વિધિ પ્રમાણે સમ્યકત્વપાળી સધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યારબાદ અવધિજ્ઞાનવડે ભાનુએ નારકીનું દુઃખ ભેગવતા ભાસ્કરને જે. સ્નેહ અને દયાને લીધે હૃદયમાં શોચ કરતે તે ભાનુદેવ પિતાના પૂર્વભવનું સ્વરૂપ ધારણ કરી ભાસ્કરની પાસે ગયા અને પરમાધાર્મિક દેને દૂર ખસેડીને તે બે, બાંધવ? તું આવી દુ:ખી અવસ્થામાં આવી પડે છે. અરે ? હવે હું શું કરું? પરંતુ હારું કહેવું એ છે કે હજી પણ તું જીન ધર્મની જુગુપ્સા છોડી દે. જેથી અહીંથી નીકળ્યા બાદ ફરીથી પણ આવી દુર્દશા હારે ન સહન કરવી પડે. તે સાંભળી નારકી બેલ્ય, ક્ષત ઉપર ક્ષાર શા માટે નાખે છે? શું તું હને
For Private And Personal Use Only