________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કરવિપ્ર કથા.
(૨૧૭)
એ ઉપાલંભ આપવા આવ્યો છે કે પ્રથમ હૈ મહારું વચન ન માન્યું તેથી હારી આ દશા આવી પડી!! એમ છતાં ઠીક હારે હવે બંધનું કંઈ પ્રજન નથી માટે તમે જે માગે આવ્યા તે પ્રમાણે ચાલ્યા જાઓ. હું મહારા ભવિષ્ય પ્રમાણે સુખ દુઃખ ભેગવીશ. પરંતુ અશુચિપણથી દૂષિત એ જૈન ધર્મ કેઈપણ સમયે હારી દષ્ટિ ગેચર ન થાય તેવી મહારી ઇચ્છા છે. એમ તેણે તિરસ્કાર કર્યો તે પણ તે દયાલુ ભાનુ ફરીથી કેઈક સમયે એને બોધ કરીશ એમ જાણી પિતાના સ્થાનમાં ગયે. નરકવાસી ભાસ્કર પણ અત્યંત દારૂણ અનેક પ્રકારની વેદનાઓ ભોગવી આયુષ પૂર્ણ કરી અગ્નિથી બળેલી વનભૂમિમાં મૃગ થયું. ત્યાં પણ ક્ષુધા, તૃષા, શીત, આતપ આદિ અનેક દુ:ખ સહન કરતે વનમાં પરિભ્રમણ કરતા હતા તેવામાં કોઈક લુબ્ધકે તીવ્ર બાણ વડે વિધી તેને મારી નાખ્યું. ત્યારબાદ અકામ નિર્જરા થવાથી તે ભાસ્કરને જીવ અધમ દેવયોનિમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ ભાનુદેવ બંધ કરવા તેની પાસે ગયે. મૂળથી આરંભી તેના પૂર્વભવનું સર્વ વૃત્તાંત ભાસ્કરને તેણે કહી સંભળાવ્યું. એટલે ભાસ્કર
–બાંધવ ? તું દઢ ભાવથી સમ્યકત્વપાળી વિમાનવાસી મહાદ્ધક દેવ થયે અને હું જૈનધર્મની નિંદા કરવાથી અતિ દુસહ દુઃખ પરંપરા પાપે. તેમજ હારી શિખામણ ન માની છતાં પણ હે મહાશય! મહારા જેવા અધમને આ પ્રમાણે તું પ્રતિબંધ આપે છે, વળી બહુ પાપિષ્ટ અને અતિક્રોધી એવા મહારી ઉપર હૈ દયાને ત્યાગ ન કર્યો તેથી હે બધે! હવે જૈનધર્મજ મહારૂં શરણ છે. એમ તેણે જૈનધર્મને સ્વીકાર કર્યો. બાંધવ! આજે મહારે સર્વ પરિશ્રમ સફલ થયે. એમ કહી ભાનુદેવ તેની રજ લઈ પોતાના સ્થાનમાં ગયે.
For Private And Personal Use Only