________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કરવિપ્ર કથા.
(૨૯) દશાના કાર્ય જ્ઞાનને અનુભવતા નથી. વળી કામ સુભટનાં બાણ ભીરુ પુરૂષોને ઘણાંજ વિષમ લાગે છે. પરંતુ ધીર પુરૂષોને તે અસર કરતાં નથી. જેમકે ખગની તીક્ષણ ધારા માંસમાં સારી રીતે ચાલી શકે છે, પરંતુ વામાં તે કુંઠિત થાય છે. વળી તે કામિનિ! “યથેચ્છ ભેગ ભેગવ્યા નથી તે પણ હારું કહેવું અયુક્ત છે. ભાગ ભોગવવામાં બહુ દક્ષ એ જીવાત્મા ઘીના હેમથી અગ્નિની માફક સ્વર્ગમાં પણ વૃદ્ધિ પામતું નથી. વળી હે સુંદરાંગિ ! આ વાત સિદ્ધ છે કે બહુ ભેગ સેવવાથી પરિણામે નરકગતિ પ્રાપ્ત થાય છે. અને તેઓને ત્યાગ કરવાથી સ્વર્ગ તથા મોક્ષસ્થાન પ્રાપ્ત થાય છે, તેમજ “રાજ્યલક્ષમી જોગવીને પશ્ચાત્ ઉચિત છે. મનું આચરણ કરીશું” એ પણ તારું કહેવું અનુચિત છે. કારણ કે રાજ્ય ભવમાં તૃણું રહેવાથી જરૂર અધોગતિ થાય છે તેમજ આ લેકમાં પણ સુખ મળતું નથી. કહ્યું છે કેओत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठां, क्लेशस्तु लब्धपरिपालनवृत्तिरेव । नैव श्रमापनयनाय यथा श्रमाय, राज्यं खहस्तधृतदण्डमिवात्पत्रम् ॥
અર્થ–“કેઈપણ વસ્તુ મેળવવામાં ઉત્સુકપણું રાખવાથી પ્રતિષ્ઠાને ભંગ થાય છે. અને પ્રાપ્ત થયેલી વસ્તુનું સંરક્ષણ કરવામાં બહુ કલેશ થાય છે. માટે પોતે ધારણ કરેલા છત્રની માફક રાજ્ય લકમી સુખને માટે નથી પણ દુઃખ દાયકજ છે; તેમજ “જ્ઞાની મહાત્માને પૂછીને છેટલી વયમાં ધર્મસાધન કરીશું” એ પણ હારૂં માનવું અગ્ય છે. હે તવંગ? ધર્મ વિના આપણે જીવતાં પણ મરેલાં છીએ. કારણકે–
यस्य धर्मविहीनस्य, दिनान्यायान्ति यान्ति च ।
सलोहकारभस्त्रेव, श्वसन्नपि न जीवति ॥ . ૧૪
For Private And Personal Use Only