________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા
(૨૦૭) તું ગુણરૂપી લક્ષમીને મુખ્ય આધાર છે, એથી અન્ય અમે હારૂં શું ઈછિએ ? ત્યારબાદ કુલપતિને અને અન્ય તાપસ તથા તાપસીઓને નમસ્કાર કરી ગ્ય સંભાષણ પૂર્વક આશીર્વાદ લઈ કુમાર ત્યાંથી નીકળે. કનકવતીએ પણ પોતાના પરિવાર સહિત કુલપતિને નમસ્કાર કરીને તાપસીએના ચરણમાં મસ્તક નમાવી વિશેષ પ્રકારે ક્ષમા માગી, ત્યારે તાપસીએ પણ ઘણા નેહ બંધનથી નિરર્ગલ અશ્રુધારાઓને વહન કરતી છતી રૂદ્ધ કંઠે બોલી કે પ્રિયસંગ એ મહા દુ:ખનું કારણ છે. એ વાત સત્ય છે. કેમકે તેના વિયોગમાં નરકના દુઃખનો અનુભવ થાય છે, તેને આજે અમને સાક્ષાત્ અનુભવ થયો. કારણકે તે વિયાગ આજે પ્રગટ થવાથી અમને ઘણું દુઃખ થાય છે. અથવા તેથી શું? આ સંસાર ચક્રમાં સર્વ અને સંગ પછી વિગ થાય છે. માટે હે વત્સ ! સુખેથી તું જા. વળી પ્રિયજનનું દર્શન, ધન, ચશ, જીવિત અને સત્સમાગમ સંબંધી સંતેષને એક વિતરાગ ભગવાન વિના બીજું કોણ પામી શકે ? એ પ્રમાણે ઉપદેશ આપી આશીર્વાદ પૂર્વક તાપસીઓએ કનકવતીને સત્કાર સહિત વિદાય કરી. એટલે તે કુમાર સાથે ચાલતી થઈ. તે પ્રસંગે કુમારે સિદ્ધપુર રૂષનું સ્મરણ કર્યું, પરંતુ કોઈ કારણને લીધે તે સિદ્ધપુરૂષ ત્યાં આવી શક્ય નહીં, તેથી ઉત્તમ મુહૂર્ત જોઈ તાપસ સહિત કુમાર પગ રસ્તે ચાલતે થયો અને અનુક્રમે નગરના સીમાડામાં જઈ પહોંચે. તે સમયે નગરની બહાર ઉદ્યાનમાં ભવ્યજનેને ભવ્ય ઉપ
દેશ આપતા સૂરપ્રભ નામે સૂરિનાં ગુણરાજસરપ્રભસૂરિ. કુમારને દર્શન થયાં. કુમાર પણ તેમની
પાસે જઈ પ્રણામ કરી જેનધર્મની વ્યાખ્યા સાંભળવા બેઠે. શુદ્ધભાવ હોવાથી કુમારના હૃદયમાં તે ધર્મ
For Private And Personal Use Only