________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
(૨૦૫) છંદચારી એવા દેવની ગતિ બહુ વિચિત્ર છે. તે જ પ્રમાણે દેવ ગતિની વાર્તાઓ પ્રાચીન મુનિઓએ કહેલી સાંભળવામાં આવે છે કે દેવ સુઘટિતને પણ નિયુક્ત કરે છે અને વિયુક્તને પણ ક્ષણ માત્રમાં સુઘટિત કરે છે. સંગ અને વિયાગ કરવામાં ઉઘુક્ત એવા દેવની રચનામાં સર્વ જગત્ નાચી રહ્યું છે. આ જગતમાં કેટલાક જીવે પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા ભારે દુષ્કતને આધીન થએલા હોય છે. વળી સંસારમાં તેવું કઈ પણ દુઃખ નહીં હોય કે જે આપણું અનુભવવામાં નહીં આવ્યું હોય. હે મૃગાક્ષિ ! તે કાર
થી મહા ભાગ્યશાલી મુનિઓ સ્ત્રીઓને ત્યાગ કરી શૂન્ય અરશ્યને આશ્રય લે છે. ગરૂપી માસમાં આસક્ત, ગ્રહવાસ, ધન અને સ્ત્રીમાં લુબ્ધ થએલા હારા સરખા અન્ય પુરૂષે દુ:ખી કેમ ન થાય ! ઈત્યાદિ ઉપદેશ આપતે ગુણરાજકુમાર કનકવતીને લઈ પર્વતની પાસમાં એક નદી ઉપર ગયે. અને ત્યાં સ્નાનાદિક ક્રિયા કરી ઈચ્છા પ્રમાણે ફલાહાર કર્યા બાદ તે અને રાત્રી થવાથી ત્યાં જ સુઈ ગયાં. તેવામાં તેજ વિદ્યાધર ત્યાં આવ્યું અને તેઓને ઉપાડી ફરીથી પણ સમુદ્રમાં ફેકી દીધાં. વળી દૈવગે પુન: તે બન્નેને મેળાપ થયો, એટલે ચકિત થએલી કનકાવતી બોલી, આર્યપુત્ર ! આ શું કહેવાય ! કુમાર બેલ્યો, હે સુંદરિ! દેવ વિલાસ વિના અન્ય કંઈ પણ નથી. કનકવતી બોલી, સ્વામિન! આમ કેમ બેલો છે! આપનું કહેવું ઉચિત નથી. કારણ કે અશક્ત પુરૂષ દેવને આગળ કરી સર્વ દુ:ખ સહન કરે છે. પણ જેએ તેજસ્વી છે તેથી તે દેવ પણ ભય પામે છે, માટે હે મહાશય ! આપને પ્રતાપ અલોકિક છે. તેથી આપ ઉત્સાહ ધારણ કરે, આપ જ્યાં સુધી મધ્યસ્થભાવે રહેશે ત્યાં સુધી શત્રુનું બળ સ્કુરાયમાન રહેશે. વળી હે નાથ ! મહાત્ શત્રુઓને નિમૂલકરનારૂં એવું તમારું પરાક્રમ કયાં ગયું ?જેથી સાધારણ માણસની માફક
For Private And Personal Use Only