________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આપની સેવાથી વિમુખ રહી તે મહારા દુર્ભાગ્યને જ ઉદય પરંતુ હજીતે વિદ્યાધરને એક બહુ ઉદ્ધત બંધુ છે, જેનાથી હારૂં હૃદય બહુ કંપે છે. કુમાર બલ્ય, પ્રાણપ્રિયે ! હવે તારે નિર્ભયપણે રહેવું. અને કઈ પ્રકારે ચિંતા કરવી નહીં. કેમકે તે પણ તેના બંધુની દશાને જલદી પામવાને છે. એ પ્રમાણે કનકવતીને શાંત કરી કુમાર સ્નેહરસમાં ગરક થયે છતો ક્ષણમાત્ર કાલ વ્યતીત કરી ત્યાંજ સુઈ ગયો. એવામાં તે વિદ્યાધરને ક્ષુદ્ર બંધુ ત્યાં આગળ આવ્યા અને કનકવતી સહિત કુમારને આકાશમાગે ઉપાડી સમુદ્રમાં ફેંકી દીધું. તેટલામાં ત્યાં કુમારને દેવગે એક પાટીયું મળી આવ્યું, તેના આશ્રયથી તે અલ્પ સમયમાં સમુ દ્રના કીનારે નિકળે. ત્યાં તેને એક તાપસ કુમાર મળે, અને તે ગુણરાજ કુમારને પોતાના આશ્રમમાં લઈ ગયા. તે વખતે ત્યાં બેઠેલી કનકવતીને કુમારે જોઈ, ત્યારબાદ તેણે કનકવતીને પૂછ્યું, હે મૃગાક્ષિ! તે દુષ્ટ વિદ્યાધરેહને ક્યાં નાખી હતી? તે બોલી, મહને પર્વતમાં પડતી મૂકી તે દુષ્ટ ત્યાંથી ચાલ્યા ગયે. પછી બહુ આનંદ માનતા કુમારે કુલપતિને નમસ્કાર કર્યો. કુલપતિએ આશીર્વાદ આપી કેટલીક વાતચિત કરી કુમારને પૂછયું, આ હારી સ્ત્રી છે? કુમારે હા કહી. પછી કુલપતિએ કહ્યું, આ હારી સ્ત્રી સમુદ્રના કાંઠે પોતે આત્મઘાત કરતી હતી તેવામાં અમે ત્યાં ઉભા હતા એટલે અમેએ તેને નિવારી શાંત કરી બહુ સમજાવીને કહ્યું કે આજથી ત્રીજે દિવસે હારા સ્વામીને અહીં જ તને મેળાપ થશે. માટે ચિંતા કરીશ નહીં, એમ સમજાવી એને અમે અહીં આશ્રમમાં લાવ્યા છીએ તે સર્વ અમારૂં કહેવું આજે સિદ્ધ થયું, ભગવદ્ ! આપ દયાળુ છે, આપે હારી ઉપર મહેટે અનુગ્રહ કર્યો. વિગેરે કેટલાક વિનય બતાવી ગુણરાજ કુમાર પોતાની સ્ત્રી પાસે ગયો. અને બોલ્યા, હે સુંદરિ! સ્વ
For Private And Personal Use Only