________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર ક્યા.
( ૨૦૧ )
•
કુમારના
અત્યંત મલિન પદાર્થોને પણ ચંદ્રનું તેજ ઉજવલ કરી દીપાવે છે. વળી આ સમયે વિશેષે કરી તેમનું નામ લેવું એ મ્હારે ચેાગ્ય છે. કારણકે અંત સમયે ઇષ્ટદેવનું સ્મરણ અવશ્ય કરવુ પડે છે. અને મ્હારે તો ઇષ્ટ પણ તેજ છે. તેમજ મ્હારી સ્વામિનીને પણ તેજ ઇષ્ટ દેવ છે. માટે હે અનાર્ય ? હાલ હું તે સત્પુરૂષનું ચરિત્ર કહું છું તે સાવધાન થઈ તું સાંભળ. રે દુષ્ટ ? જેણે અનેક રાજાએની સમક્ષ ગુણુ, રૂપ અને પરાક્રમવડે સાભાગ્યની જય પતાકા સમાન મ્હારી સ્વામિનીનુ પાણિગ્રહણ કર્યું છે, વળી સમગ્ર સદ્દગુણીના સ્થાનભૂત, અને અખિલ શાસ્ત્રોના પારગામી જે ગુણરાજકુમાર દૂર રહ્યા છતાં પણ કોઇ વિદ્યા ખલથી હને જાણે છે. સાહસ કાર્ય માં ઉદ્યુક્ત એવા તે દન માત્રથી તું મરણુ વશ થવાના છે. અને તેનાથીજ હું મ્હારા આત્માની રક્ષા કરવા ઈચ્છું છું. એ પ્રમાણે કહ્યું કટુ દાસીનાં વાકય સાંભળી વિદ્યાધરની ભ્રકુટી ખસી ગઇ. તેમજ સંહાર કરવામાં બહુ રસિક એવા શંકરની માફક વિકરાલ મુખાકૃતિને ધારણ કરી વિદ્યાધર મેલ્યે, હું મહાપાપે ! તેનું શરણ લેતાં હાલજ તું મરી જવાની છે અને તે ગુણુરાજકુમારના શરીરે પણ મ્હારા ખાર્થના તીવ્ર અગ્નિ વ્યાપ્ત થશે. એમ ખેલી તેણે શ્યામ અને તીક્ષ્ણ ધારાવાળા પેાતાના ખડ ખેંચ્યા. આ પ્રમાણે વિદ્યાધરની ભયંકર સ્થિતિ જોઇ તેના સર્વ પરિજન દૂર થઇ ગયા. એવા સમય જોઇ ગુણુરાજ એકદમ ત્યાં પ્રગટ થયા અને હાસ્ય કરી એલ્યા, રે રે ! અવિદ્યાના કુલગૃહ એવા હું વિદ્યાધર ! શું આ અકૃત્ય કરવાથી તને લજ્જા આવતી નથી ? અહા ! મા જગમાં સમગ્ર લૈાકિક તૃષ્ણાઓ નષ્ટ પ્રાય છે, તેમજ પોતાના પાંચ ભાતિક દેહ પણ પ્રત્યક્ષ રીતે નાશવંત છે. છતાં તું આ સ્ત્રીના વધ કરવા ખડ઼ે ઉગામે છે. વળી સુતેલા, ઉન્મત્ત, પ્રમત્ત, ખાલ
For Private And Personal Use Only