________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ત ગણાય. એટલું જ નહીં પરંતુ અગ્નિમાં પ્રવેશ કરવાથી પણ મહારી શુદ્ધિ થવી અશક્ય છે. તે સાંભળી ગુણરાજ બોલ્યા “હે મૃગાક્ષિ? અગ્નિમાં પ્રવેશ કરવાની શી જરૂર છે ? નિ:શંક થઈ તું હારા હૃદયમાં પ્રવેશ કર.કનકવતી વિચાર કરવા લાગી. જરૂર આ કર્તવ્ય મ્હારા પતિનું જ છે. માટે હવેથી વિદ્યાધરની પાસે જવાની મહારે કંઈપણ જરૂર નથી. માંદગીનું બહાનું કરી અહીંજ રહીશ અને વિદ્યાધરને દાસી મારફતે કહેવરાવીશ, એ પ્રમાણે તે વિદ્યાધરના મનની પરીક્ષા કર્યા બાદ જેમ ઉચિત લાગશે તેમ કરીશ, ત્યારબાદ બીજે દિવસે કનકવતીએ વિદ્યાધરની પાસે દાસીને મેકલી એટલે કુમાર પણ પ્રથમની માફક દાસીની સાથે ત્યાં ગયે. દાસીએ વિદ્યાધરની પાસે જઈ જણાવ્યું કે આજે કનકવતી માંદગીમાં આવી પડી છે. તેથી તે આવી શકી નથી. તે સાંભળી વિદ્યાધર સંબ્રાંત બની વિચાર કરવા લાગ્યું. શું તેની માંદગીની વાત સત્ય હશે ? એમ શંકિત થઈ તેણે પ્રજ્ઞપ્તિ દેવાને પૂછ્યું એટલે દેવીએ કહ્યું કે તેનું શરીર તે સારું છે. તે સાંભળી વિદ્યાધર એકદમ ફોધાતુર થઈ ગયે અને બલ્ય, રે અસત્ય વાદિની ? તેનું શરીર તો હું પછી સજજ કરીશ, પરંતુ પ્રથમ તું તે ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. હે પાપે ? હવે હારૂં મરણ નજીકમાં આવ્યું છે. એમ સાંભળવા છતાં પણ કનકવતીએ દાસીને પ્રથમ કહ્યું હતું કે વિદ્યાધરનું સર્વ વૃત્તાંત ગુપ્ત રીતે ગુણરાજ જાણે છે. તેથી હિમ્મત રાખી તે દાસી બેલી, રે નિર્દય ! પાપિs? તું નિદોષ એવી મહને મારવા તૈયાર થયા છે, પરંતુ હારૂં શરણ તે ગુણરાજકુમાર છે. તે સાંભળી વિદ્યાધર બલ્ય, રે અધમે? તે ગુણરાજ કેણ છે ? તેની વિશેષ સમજણ તે આપ. દાસી બેલી–હે કુમારનું વૃત્તાંત પૂછયું તે બહુ સારું કર્યું, કારણકે કુમારનું ચરિત્રહી હારા કાન પવિત્ર કરૂં. જેમકે
For Private And Personal Use Only