________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૬ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તાતાનુ કાર્ય કરવા લાગી. તેએમાંથી એક વીણા અને જી વાંસળી વગાડે છે. ત્યારે ત્રીજી મધુર સ્વરે ગાયન કરે છે. હવે કનકવતી પણ પેાતાના નૃત્ય કરવાના વારા હાવાથી નૃત્ય કરવા લાગી. હાવભાવ સાથે વિચિત્ર અભિનય સહિત નાચના ઉમ ગને લીધે કનકવતીની કટીમેખલામાંથી એક મનેાહર ઘુઘરી તુટી પડી. તે કુમારના ચરણ પાસે આવીને પડી એટલે કુમારે તે ઘુઘરીને ગુપ્ત રીતે પેાતાની પાસે લઇ લીધી. નાટ્ય પૂર્ણ થયુ એટલે નકવતીએ રંગભૂમિમાંથી ઉતરી ઘુઘરીના સત્ર તપાસ કર્યા પરંતુ તેના પત્તો લાગ્યા નહીં.
વિદ્યાધરે વિમાન માગે તે સર્વ કુમારીઓને વિદાય કરી એટલે તે કુમારીએ વિમાનમાં બેસી પાત ઘુઘરીના તપાસ, પેાતાના સ્થાનમાં ગઇ. ગુણુરાજ પણ અઢશ્યપણે કનકવતીના દ્વાર આગળ વિમાનમાંથી ઉતરી રાત્રીના છેલ્લા પ્રહરે પેાતાના સ્થાનમાં ગયા. પ્રભાતમાં ઉઠી પ્રાભાતિક આવશ્યક ક્રિયા સમાપ્ત કરી મતિસાગર નામે મંત્રીના હાથમાં તે ઘુઘરી આપીને કુમારે કહ્યું કે હું જ્યારે કહું ત્યારે કનકવતીને આ ઘુઘરી ત્યારે આપવી. એમ કહી તે બન્ને જણા કનકવતીની પાસે ગયા, કનકવતી તે બન્નેને આવતા જોઇ સંભ્રમપૂર્વક ઉભી થઇ અને તેને આસન આપ્યું. વળી પોતે પણ તેઓની પાસે એડી. ત્યારબાદ કુમાર અને કુમારીએ ચાપાટ ખેલવા માંડી, તેમાં કુમારીએ ગુણરાજને જીતી લીધા એ ટલે કનકવતી બાલી, સ્વામિન ? કંઈપણ ભેટ તરીકે મ્હને આપે. ગુણુરાજ ખેલ્યા, મતિસાગર ? એને તે અમૂલ્ય ધરી આપે. મતિસાગરે પેાતાની કેડમાંથી રત્નજડિત સુંદર ઘુઘરી કાઢી કનકવતીના હાથમાં મૂકી, એટલે તરત જ તેણીએ તે આળખી કે આ તા મ્હારી ઘુઘરી છે. મરે ? આ તેને કયાંથી મળી હશે?
For Private And Personal Use Only