________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
(૧૯૩)
કોઈક દેખાવ જોવામાં આવ્ય, ક્ષણમાત્રમાં હારવવડે મહાવજના ઘાતની માફક પર્વતના શિખરોને વિખેરતે, કલકલ શબ્દો વડે આકાશમંડલને પૂર્ણ કરતે, મુખમાંથી પ્રલયકાલના અગ્નિ સમાન જવાલાઓને વમન કરતે, મદથી ઉદ્ધત બનેલી સર્ષની ઉણુઓને મુકુટ જેણે ધારણ કરેલ છે, વળી ડમડમ નાદ કરતા ડમરૂના આડંબરથી ઉત્કટ, કુટિલ અને પીળા કેશપાશથી વિરાછત, સમગ્ર વૈરીઓને વિનાશ કરવામાં અતિદલ, બહુ શ્યામ એવી મષિ સમાન આકૃતિવાળો, અત્યંત રોષવડે લાલનેત્રને વહન કરતે, પ્રચંડ શબ્દના ઉચ્ચારથી વાદળાંઓને ફેંકતે, તેમજ સુમંગલ વાહન ઉપર આરૂઢ થએલે, અને ભક્તજનેને સુખદાયક એ મેઘનાદ નામે ક્ષેત્રપાલ હસ્તમાં ખપર લઈ ત્યાં આવ્યું. વળી અતિરૂણ થઈ તે બે, રે! રે ! અનાર્ય! હજુસુધી પણ તું અહીંજ છે? રે ધૃષ્ટ ! મહારી આજ્ઞા પણ હેં ન માની ? અને અહીં વિદ્યા સાધવા બેઠે છે? મહારી પૂજા કર્યા સિવાય તું સિદ્ધિની ઈચ્છા રાખે છે ? હવે તું જીવતે નથી રહેવાને એમ સમજી હારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. તેમજ આ રાજકુમારને પણ હૅ છેતર્યો છે, તેથી તે બિચારે પણ તેના અવિનયનું ફલ ભગવશે. કારણ કે કુસંગતિ શું શું ન કરે? આ પ્રમાણે મેઘનાદનું વચન સાંભળી કુમારને એકદમ શેષ ભરાઈ ગયો. અને તે બે કે રે ! રે ! નિર્લજજ ! અધર્મકારિન ! આજે જરૂર હારા ઉપર યમરાજા કોપાયમાન થયેલ છે. આ વખતે એની રક્ષા માટે હું પાસે ઉભે છું, જેથી અત્યારે ઈદ્ર પણ એને વિન્ન કરવા શું શક્તિમાન છે? એમ નિ:શંકપણે બેલા રાજકુમાર મેઘનાદની પાસે ગયો અને કહ્યું કે રે અનાય ! દુષ્ટ ! માત્ર અસત્ય પ્રલાપ કરવાથી શું ? જે હારામાં પરાક્રમ હોય તે મારી સન્મુખ
૧૩
For Private And Personal Use Only