________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. આપના દર્શન માટે દ્વારમાં ઉભે રહ્યો છે. આપની શી આજ્ઞા છે? ગુણરાજ બલ્ય, તેને જલદી પ્રવેશ કરાવો. તત્કાલ દ્વારપાળે હેને અંદર પ્રવેશ કરાવ્યા. આશીર્વાદ આપી વિદ્યાસાધક પુરૂષ ગુણરાજે બતાવેલા આસન ઉપર બેઠો. ત્યારબાદ ગુણરાજે પૂછયું, તહારે અહીં આવવાનું શું કારણ? તે બોલ્યો, મહાશય! યશોધર નામે સિદ્ધપુત્રે મહને એક અપૂર્વ વિદ્યા આપી છે. તેની પૂર્ણ સેવા બાર વર્ષ સુધી મોં કરી છે. હવે આપના પ્રસાદ વડે તે વિદ્યા સિદ્ધ થશે. ગુણરાજ બલ્ય, તે વિદ્યા સિદ્ધ થવાથી તેનું શું ફળ થાય? પુરૂષ બલ્ય, વિદ્યા સિદ્ધ થયા બાદ આકાશમાગે ગમન કરી શકાય, મણિ, રત્ન, સુવર્ણ, વિગેરે ધન સંપત્તિ પ્રાપ્ત થાય, ઇચ્છિત રૂપે પ્રગટ કરી શકાય અને લાભાલાભનું જ્ઞાન પણ પૂર્ણ રીતે થાય. ગુણરાજ બલ્ય, જે એમજ હોય તો હારૂં જે કાર્ય હેય તે મહને સુખેથી ફરમાવે. તેણે જણાવ્યું કે રાજન્ ! એક રાત્રિ માટે તહે મહારા ઉત્તર સાધક થાઓ. તે સાંભળી પરોપકારમાંજ રસિક ચિત્તવાળા કુમારે તે પ્રમાણે તેનું વચન અંગીકાર કર્યું. કારણકે સપુરૂષ અન્ય જનોની પ્રાર્થનાથી શું શું નથી કરતા? કાળી ચાદશના દિવસે અર્ધરાત્રિના સમયે પિતાને કવચ
વિધિ પૂર્ણ કરી, વિદ્યા સાધક પુરૂષ ગુણમેઘનાદ ક્ષેત્રપાલ. રાજને સાથે લઈ અનેક રાક્ષસોથી વ્યાકુલ
અને યમરાજના ગૃહ સમાન ભયંકર એવી સ્મશાન ભૂમિમાં ગયે. ત્યાં આગલ મંડલ કરી તેની અંદર ખેરનાં લાકડાં સળગાવ્યાં, અને તેમાં લાલકણેરનાં પુષ્પ, ચંદન અને ગુગલ વિગેરેનો મંત્રોચ્ચાર પૂર્વક હામ કરવા લાગ્યો, ત્યાં આગળ ગુણરાજ હાથમાં ખરું લઈ તેની સન્મુખ ઉભે રહ્યો છે તેવામાં અકસ્માત ઉત્તર દિશામાંથી આવતે વિકરાળ સ્વરૂપધારી
For Private And Personal Use Only