________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
(૧૯૧) છે કે રાજકુમારીએ જે સંગને વિલંબ બતાવ્યા છે તે હુને બહુ દુ:ખદાયી થઈ પડશે. પરંતુ કુમારીએ જે આજ્ઞા કરી છે તે અમારે પ્રમાણ છે એમ સ્વીકાર કરી દૂતીને વિદાય કરી. બાદ દૂતીએ પણ કુમારી પાસે જઈ એકાંતમાં સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, બીજે દિવસે પ્રભાત સમયે સ્વયંવર મંડપમાં સમસ્ત રાજ
કુમારની સમક્ષ ગુણરાજના કંઠમાં સુગંકનકવતી વિવાહ, ધિત પુપની વરમાલા કુમારીએ પહેરાવી.
ત્યારબાદ ભૂપતિએ બાકીના સર્વ રાજકુમારને સત્કાર કરી વિદાય કર્યો અને ગુણરાજ કુમારને બહુ ઉત્સાહ સાથે વિવિધ મંગળપૂર્વક વિવાહ મહોત્સવ થયે. ત્યારે બાદ કેટલોક સમય ત્યાં રહી કનકવતી સહિત ગુણરાજ કુમાર શૈર્યપુર નગરમાં આવ્યા ત્યાં કનકવતીને રહેવા માટે બહુ ભારે ઉપચાર સહિત એકમેટો મહેલ આખ્યા અને કુમાર પણ પોતાના ભવનમાં ગયે. ત્યાં દેગુંદક દેવની માફક પોતાના મિત્ર સાથે હમેશાં તેવિચિત્ર કીડાઓ કરે છે, અને દરરોજ કનકવતીના વિલા. સભવનમાં જાય છે. તેમજ અનેક કીડાઓ વડે કનકવતીની સાથે આનંદ પૂર્વક ગુણરાજના દિવસો વ્યતીત થવા લાગ્યા. ગુણરાજ પિતે બહુ વિચક્ષણ છે. પરંતુ કનકવતીને અભિપ્રાય શું છે તે તેના જાણવામાં આવતું નથી. તેથી તે ખેદાતુર થઈ વિચાર કરવા લાગ્યું કે હવે શો ઉપાય કરે કે જેથી એના વિચારની સમજ પડે ! જે આ સ્ત્રી પોતેજ ઉત્કંઠિત થઈ મહારા કંઠનું આલિંગન ન કરે તે આ ધન, વન, રૂપલાવણ્ય અને જીવિત પણ નિરર્થક છે. એક દિવસ ગુણરાજ પોતાના ભવનમાં બેઠા હતા તેટલામાં
દ્વારપાળે પ્રણામ કરી જણાવ્યું કે સ્વામિન! વિદ્યા સાધક પુરૂષ, ભાલ સ્થળમાં “વેત તિલક કરી, ઉજવલ
વસ્ત્ર પહેરી, હસ્તમાં પુપો લઈ કંઈક પુરૂષ
For Private And Personal Use Only