________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
( ૧૮૯ )
કેટલાક સુભટા સહિત તે ગુણરાજકુમાર ગયા. ખાદ રાજ તરફથી મળેલા આવાસમાં ઉતારા કરી સ્વયંવર મંડપમાં તે દાખલ થયા. તે પ્રસ ંગે ઉત્તમ શણગાર સજી ખહું ગુણવંત અન્ય રાજકુમારા પણ પોતપોતાના ઉત્સાહપૂર્વક ત્યાં હાજર થયા હતા, ત્યાર બાદ ચેાગ્ય પરિવાર સહિત ઈશાનચંદ્ર રાજા પણ પેાતાને ઉચિત દિશામાં યોગ્ય આસન ઉપર વિરાજમાન થયા હતા. તેટલામાં નરેદ્રની આજ્ઞાથી ધાત્રી તથા પ્રતિહારી સહિત કનકવતી કન્યા પણ ત્યાં આવી અને પિતાના ચરણકમલની નજીકમાં બેઠી. તત્કાલ કનકવીએ વક્ર પ્રસરતા કટાક્ષરૂપી દોરીવડે ગુણરાજને બાંધી પેાતાના હૃદયમાં સ્થિર કર્યો. વળી કુમારે પણ કનકવતી તરફ દૃષ્ટિ અને મન જવાથી તેનુ ચેષ્ટિત જોઇ લીધું અને જાણ્યુ કે આ કન્યા મ્હારા વિષે અનુરક્ત છે. કારણકે ગ્ધિ અને મધુર હૃષ્ટિ, મંદ ગતિ અને અધિક અંગ વિમેાટન વગેરે સમગ્ર ચેષ્ટાએ સ્ત્રીઓના સ્નેહને સૂચવે છે. હવે જેટલામાં પ્રતિહારી ઉભી થઇ નામ, ગાત્રાદિકના ઉચ્ચારપૂર્વક રાજકુમારેાની પ્રશંસા કરવા લાગી, તેટલામાં કનકવતી પેાતાના માતા પિતાની આગળ કઇક નેત્ર મીંચી પોતાના શરીરે અસ્વસ્થપણ્ ખતાવી પેાતાના આવાસમાં ચાલી ગઇ. અકસ્માત કુમારીને શૂલના ઉપદ્રવ થયે છે એમ જાણી તેની માતા વિગેરે સર્વે લેકે ઔષધાદિક ઉપચાર કરવા લાગ્યા. ત્યારબાદ રાજા મંડપની અ ંદર ઉભા થઇ સવે રાજકુમારાને હાથ જોડી કહેવા લાગ્યા કે હાલ અમારી કુમારીનુ શરીર માંદગીમાં આવી પડયું છે, તેથી કૃપા કરી આપ સર્વે પાતપાતાના મુકામે પધારો. તમ્હારા અને અમ્હારા પુણ્યથી જો સારૂ થાય તે। આ સ્વયંવરના સમારંભ સલ થાય. રાજન્ ! ‘ સર્વ સારૂ થશે ’ એમ કહી રાજકુમારે સ્વયંવર મંડપમાંથી પેાતાના આવાસમાં ગયા. અનેરાજા પણ પેાતાના સ્થાનમાં ગયા.
For Private And Personal Use Only