________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
રમણીય લાગે છે. હે ભદ્ર! વિચાર કરવાથી આ દુનીયાના સમસ્ત પદાર્થો વિવેકી જનને વૈરાગ્યજનકજ ભાસે છે. કહ્યું છે કે
अज्ञस्य सुखदुःखाभ्यां, भिन्ना वृत्तिः प्रकाशते ।
विवेकिनस्तु संसारे, दुःखमेव हि केवलम् ॥ सर्व हेममयं यद्वत् , पश्यत्युन्मत्तकेऽशिते ।
तद्वदज्ञानसंभ्रान्तो--भवेऽपि सुखमीक्षते ॥ અર્થ “અજ્ઞાની પુરૂષને સુખ અને દુઃખથી ભિન્નવૃત્તિ ભાસે છે. પરંતુ વિવેકી પુરૂષને તે આ સંસારમાં કેવલ દુઃખજ દેખાય છે. જેમ ધતૂરાના રસનું પાન કરવાથી ઉન્મત્ત થએલાની દષ્ટિએ સર્વ વસ્તુ સુવર્ણમય દેખાય છે, તેમ અજ્ઞાનથી બ્રાંત થએલો માણસ પણ સંસારમાં સર્વત્ર સુખ માને છે.” હે ભદ્ર! મહારા વૈરાગ્યનું કારણ તે વિશેષ કરીને મહારી સ્ત્રી થએલી છે. તે સાંભળી ભાનુ બેલ્ય, મુનીંદ્ર! તેમ થવાનું શું કારણ! ત્યારબાદ મુનિ પણ પોતાનું વૃત્તાંત કહેવા લાગ્યા. આ ભરતક્ષેત્રમાં દુર્ગાગ (પાર્વતીનું અંગ=કિલ્લો અને
રાજ્યનાં સાત અંગ) વડે સંયુક્ત, ભૂતિ મુનિ વૃત્તાંત (ભસ્મસંપદાઓ)થી સુશોભિત, શંકરના
| સ્વરૂપ સમાન સમસ્ત નગરમાં મુખ્યતાને ધારણ કરતું શૈર્યપુર નામે નગર છે, તેની અંદર પ્રતાપમાં સૂર્ય સમાન છે છતાં પ્રચંડ કર (કીરણ-વેરા) ગ્રહણ કરતો નથી, વળી કીર્તિમાં ચંદ્ર સમાન છે છતાં પણ મદરૂપી કલંકથી વિમુક્ત એ ધર્મમાં દઢ શ્રદ્ધાળુ દઢધર્મ નામે રાજા રાજ્ય કરે છે અને ગુણ સુંદરી નામે તેની ભાર્યા છે. તેઓને ગુણરાજ નામે એક પુત્ર થયો. અનુક્રમે તે યુવાન થયું. તેવામાં વસંતપુર નગરમાં ઈશાનચંદ્ર રાજાની કનકવતી નામે પુત્રીને સ્વયંવર થતો હતો, ત્યાં પિતાના
For Private And Personal Use Only