________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
શસ્ત્રોથી ક્ષીણ થએલું પલ્લી પતિનું સઘળું સૈન્ય જીવ લઈ નાશી ગયું. ત્યારબાદ સૈભટના કેટલાક સૈનિકે પલ્લીપતિને ઉપાડીને પિતાના સૈન્યમાં લઈ ગયા, અને સૈભટે પોતે પલ્લી પતિના સ્થાનમાં જઈ તપાસ કરી સર્વ શસ્ત્ર, આભૂષણ તથા હાથી ઘોડા વિગેરે ઉત્તમ વાહનાદિક સર્વસ્વ તેનું લઈ લીધું. પછી તલાદિક મર્દનના ઉપચારથી પલ્લાપતિનું શરીર સજ્જ કર્યું, અનુક્રમે તે સારી રીતે સ્વસ્થ થયે એટલે સૈભટે સર્વ સંપત્તિ સહિત પલ્લીપતિને ભૂપતિ પાસે મોકલ્ય, તે પણ ભૂપતિને નમસ્કાર કરી વિનયપૂર્વક બોલ્યો કે સ્વામીન ! મ્હારા ઉપર આપની શી આજ્ઞા છે ? ભૂપતિએ તેજ સમયે તેને ભૂત્યની જગાએ સ્થાપન કર્યો. ત્યારબાદ સૌભટને બોલાવી રાજાએ ખુશી થઈ અનેક પ્રકારને સત્કાર કર્યો. પછી ચમત્કારી એવા તે યુદ્ધનું વૃત્તાંત સાંભળી વિસ્મય પામેલા રાજાએ પ્રશ્ન કર્યો કે આવી અદ્ભુત શક્તિ હૈ કેવી રીતે મેળવી? ભટ બે –પ્રભે! સંગ્રામેડ્રામરી ( સંગ્રામમાં જય આપનારી) નામે મહાપ્રભાવશાળી વિદ્યા છે. અને તે વિદ્યા જયંત નામે યેગીએ મહને આપી છે. મહું વિધિપૂર્વક તેની સાધના કરી સિદ્ધ કરી છે. માટે તે વિદ્યાનો આ પ્રભાવ છે. તે સાંભળી રાજા વિચાર કરવા લાગ્યું કે એણે સંગ્રામમાં તે ઉત્તમ પ્રકારે વિજ્ય મેળવે, હવે તેની બુદ્ધિને પ્રભાવ જાણવો જોઈએ, એમ જાણું એક દિવસે રાજાએ તેને બોલાવીને એક સીલબંધ ડાભડે ભેટ તરીકે આપવા ઉજયિનીના રાજા પાસે મેક અને વિશેષમાં કહ્યું કે હું સૌભટ? બહુ દૂરદેશ હોવાથી મહેંદ્રરાજ નરેંદ્રની સાથે આપણે પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેમ કરવું, વળી આપણે તેમની સાથે વિધિનું કંઈ પણ કારણ નથી. પરંતુ તે અને આપણે જે પોતાને બહુમાન્ય તરીકે ગણુએ તે તેથી પર સ્પર નકામું વૈર વધવા જેવું થાય, માટે સરલ યુક્તિથી માંસ અને
For Private And Personal Use Only