________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવિણુક્ કથા.
( ૧૮૧ )
સાલટ નામે સુભટને તમારી ઉપર મેક્લ્યા છે. માટે જો તમ્હે તમ્હારા અત્માનું હિત ઇચ્છતા હૈ। તે તેમની સેવા સ્વીકારા, નહીંતા યુદ્ધ કરવા માટે તૈયાર થાએ. એ પ્રમાણે દૂતનુ ખેલવુ સાંભળી પલ્લીપતિ આવ્યા, તુ કૃત છે એમ જાણી હું હારી જીભ ખંડિત કરતા નથી . પરંતુ ત્યાં જઇ ત્હારા સાભટને સમાચાર આપ કે હું યુદ્ધ કરવા તૈયાર છું, વળી જો ત્હારે મૃત્યુના મુખમાં પ્રવેશ કરવાની ઇચ્છા હોય તે દશ દિવસ ત્યાં રહીને તું વાટ જો અને શું થાય છે તેના તપાસ કર. આ પ્રમાણે ધિક્કાર પામેલા દૂતે ત્યાં જઇ સાલટને સર્વ સમાચાર આપ્યા. તેથી ક્રોધાતુર થઇ સાભટ યુદ્ધની તૈયારી ઉપર ચાલ્યેા. સૈન્ય સહિત પક્ષીપતિ પણ હામે આવ્યા, બન્ને સૈન્ય તૈયાર થઇ એકઠાં થયાં. સાભટે પેાતાના સૈનિકાને કહ્યુ કે તમારી ઉપર શત્રુઓના પ્રહાર ન થઈ શકે તેવી રીતે તમ્હારે મ્હારી પાછળ સાવધાન થઇ એક સરખા લાઇનમાં ઉભા રહેવું, આ પ્રમાણે સાભટની ગાઠવણી જોઇ પક્ષીપતિએ વિચાર કર્યો કે આ સાભટ એકલેાજ છે, પણ એની સાથે સૈન્ય જણાતુ નથી, એમ જાણી તેણે સાભટને કહ્યું કે તુ એકલે શું કરવાના છે ? માટે શસ્ત્ર છેડી દે, હજીપણ હું હારી રક્ષા કરીશ. સાભટ બેલ્યે. હું જ્યારે રૂષ્ટ થઇશ ત્યારે ત્હારા પેાતાના પ્રાણ પણ હારે બચાવવા મુશ્કેલ થઇ પડશે. મ્હારા જેવા સિંહની આગળ ત્હારા જેવા શિઆળીઆની શી ગણતરી ? આ પ્રમાણે તેનાં ઉદ્ધતાઇ ભરેલાં વચન સાંભળી પ્રચંડ ક્રોધાતુર થઇ સૈન્ય સહિત પક્ષીપતિ ક્ષાત્રધર્મના ત્યાગ કરી એક સાથે એકલા સાભટની ઉપર અનેક શસ્ત્રોના પ્રહાર કરવા તુટી પડયા. પરંતુ જેઓએ જે શસ્રો સાભટને માર્યાં હતાં તે સર્વે તેના શરીરમાંથી નીકળી તેએનાજ શરીરમાં પ્રવેશ કરી બહુ દુ:ખદાયક થયાં. તેથી પદ્મીપતિના સૈન્યમાં હાહાકાર થઇ રહ્યો. આ પ્રમાણે પાતાના
For Private And Personal Use Only