________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર અને ઈદે રક્ષણ કરેલા એવા સ્વર્ગની માફક વ્રતાદિક આચારમાં પ્રવીણ, પ્રજાઓથી વિભૂષિત, વિવિધ શાસ્ત્રવાદી પંડિત વડે મનહર અને પૃથ્વીપતિઓ જેમાં રહેલા છે એવું લક્ષ્મીથી ભરપુર ગજપુર નામે નગર છે. તેમાં ઉદ્ધત શત્રુરૂપી પતંગીઆ, એને નાશ કરવામાં અગ્નિ સમાન અને યાચકોના દારિદ્રયરૂપી કાઇને બાળવામાં દાવાનલ સમાન ભૂપતિ નામે બહુ સમર્થ રાજા હિતે. હવે ભુજા માત્ર જેનું બળ હતું એ કેતક દેશને કેઈએક સુભટ ત્યાં આવ્યું. રાજાને પ્રણામ કરી તેણે સેવા માટે રહેવાની ઈચ્છા બતાવી. ભૂપતિના પૂછવાથી દરેક વર્ષે લાખ સોનૈયાની તેણે માગણી કરી. ભૂપતિએ પૂછ્યું કે હમારામાં કઈ પ્રકારની તેવી શક્તિ છે? સુભટ બેલ્ય, કેઈપણ શક્તિ તે નથી, પરંતુ હારા પુણ્યની સ્થિતિ સારી છે. અન્યથા આપનાં દર્શન થાય નહીં. ત્યારબાદ તેને ખધારી પુરૂષ ભૂપતિને પ્રણામ કરી બોલ્યા કે રાજન ! સમસ્ત ગુણેના આધારભૂત એવા આ મહારા સ્વામિની જે બે શક્તિઓ સ્કુરે છે તે અન્ય જનોને બહુ દુર્લભ છે. એક તે સંગ્રામભૂમિમાં મહારા સ્વામી કેઈપણ સમયે હારે નહીં, તેમજ બીજું તેમનું અપૂર્વ બુદ્ધિબળ એવું છે કે ગમે તેવા વિરોધી શત્રુને પણ ક્ષણમાત્રમાં પ્રસન્ન કરે છે. તે સાંભળી ભૂપતિ નરેન્દ્ર બહુ ખુશી થયા અને તેના તાબામાં કેટલુંક સૈન્ય સોપ્યું. ત્યારબાદ કેટલાક દિવસે રાજાએ તેની પરીક્ષા જેવા માટે જેને વાસ વિંધ્યાચલના વિષમ પ્રદેશમાં રહેલું છે, જેની સેવામાં સેંકડો અતિ શૂરવીર અને નિખાલસ સેવક કામ કરી રહ્યા છે, તેમજ અનેક રણસંગ્રામમાં જેણે વિજય મેળવ્યો છે, એવા સમરવીર નામે પદ્વીપતિને જીતવા માટે તે સુભટને મેક. રાજાની આજ્ઞા પ્રમાણે સુભટે પણ પિતાના સીમાડામાં જઈ પડાવ ર્યો, અને પિતાના દૂતને પલ્લી પતિ પાસે મોકલીને જણાવ્યું કે ભૂપતિ રાજાએ
For Private And Personal Use Only