________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮).
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. દર્શનમાં ઈચ્છા રાખવી તે કાંક્ષા કહેવાય. તે કાંક્ષાને સમ્યકુત્વધારી પ્રાણુઓએ અતિ દૂરથી ત્યજવી જોઈએ. અમૂલ્ય રત્નલાભ થયા બાદ કાચમણિની કોણ ઈચ્છા કરે? વિગેરે વિસ્તાર સહિત સમ્યક્ત્વમૂલ ઇનધર્મની વ્યાખ્યા શ્રવણ કર્યા બાદ ક્ષેમચંદ્ર શ્રેષ્ઠી તથા સુંદર પ્રમુખ લોકેએ મુનીંદ્રના ચરણ સમક્ષ વિધિપૂર્વક સમ્યક્ત્વવ્રત ગ્રહણ કરી મિથ્યાત્વને ત્યાગ કર્યો. ત્યારબાદ તેઓ મુનિને નમસ્કાર કરી પોતપોતાને ઘેર ગયા અને અતિચાર રહિત સમ્યક્ત્વ પાળવામાં બહુ આદર યુક્ત થયા. એક દિવસે સુંદર ચંચલ સ્વભાવને લીધે કેતુક જોવાની
ઈચ્છાથી ભિક્ષુકેના મઠમાં ગયે. ત્યાં તે સંદરને – લેકની ધર્મચર્ચા ચાલતી હતી. તે પણ અસદાગ્રહ. તે સાંભળવા બેઠો. તે વાત ક્ષેમચંદ્રના સાં
ભળવામાં આવી, તેથી તેણે બહુ સમજાવી તેને કહ્યું કે આપણે મિથ્યાત્ત્વિના મઠમાં જવું યોગ્ય નથી. તે સાંભળ સુંદર તેનું અપમાન કરી બેલ્યો કે આ લેકે પણ
જ્ઞાનધ્યાન એ મોક્ષનું સાધન છે” એમ કહે છે તેમાં શું ખોટું છે? ક્ષેમચંદ્ર બે કે જેઓ ઈદ્રિયને આધીન થઈ વતે છે, તેઓનું જ્ઞાન ધ્યાન હાથીના સ્નાન સમાન વૃથા ગણાય છે. વળી તેઓને ઉપદેશ નીચે પ્રમાણે પ્રસિદ્ધ છે –
मनोज्ञं भोजनं भुक्त्वा , मनोज्ञं शयनासनम् । मनोज्ञेषु अगारेषु, मनोज्ञं ध्यायति मुनिः ।।
અર્થ–“મુનિએ સુંદર ભોજન કરવું, મહિર શયન તથા આસન ભોગવવાં, સુંદર આવાસમાં રહેવું અને હૃદયને આનંદદાયક ધ્યાન કરવું, એજ મેક્ષનું સાધન છે.” વળી અન્યત્ર પણ
For Private And Personal Use Only