________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવિણુક્ કથા.
( ૧૭૭ )
કારણ કે મહાત્માઓનાં દન સર્વ દુ:ખનાં નાશ કરનારાં હાય છે. વળી આ મુનીન્દ્ર નિ:સંગ, મમત્વ રહિત, સર્વ આરંભના ત્યાગી, મંત્રતત્રાદિકથી વિરક્ત અને નરક માર્ગ ને ભેદવામાં બહુ કુશળ છે. તે સાંભળી બહુ ખુશી થઇ ક્ષેમ તે પ્રમાણે તિલક કર્યું, એટલે સુદર તત્કાળ વિષ રહિત થઇ ગયા અને નિદ્રામાંથી જાગ્રત થાય તેમ એકદમ બેઠા થયા, આજુબાજુમાં લેાકેાને ઉભેલા જોઇ વિસ્મિત થઇ તે પૂછવા લાગ્યા કે આ સર્વ લેાકેા અહીં કેમ એકઠા થયા છે ? અહીં શુ નૃત્ય, ગાયન વિગેરે કંઇક કાતુક થતુ હતુ ? તેમજ હાલમાં તે શાંત થયેલું કેમ દેખાય છે? આ પ્રમાણે સુદરનુ વચન સાંભળી ફ્રેમચન્દ્રે તેને વિસ્તારપૂર્વક સર્પ દેશનુ સર્વ વૃત્તાંત કહ્યુ. એટલે સુ ંદરે ઉડીને મુનિના ચરણમાં નમસ્કાર કર્યો. મુનિએ પણ ધર્મલાભ આપી ધર્મોપદેશના પ્રારંભ કર્યો. હું ભવ્ય લેાકેા ! બહુ કુમતરૂપી જળથી ભરેલા આ ભવસાગરમાં પડેલા પ્રાણી મહા કoવડે સમ્યકત્વ જ્ઞાનના બોધરૂપી અખ ંડિત યાનપાત્રને પામે છે. જો કે સ્વર્ગ અને રાજસ૫ત્તિ મેળવવી સુલભ છે; પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારને હરણુ કરવામાં સૂર્ય સમાન સભ્યજ્ઞાન રૂપી રત્નની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ચક્રવતી રાજાઓનું રાજ્ય પણ બહુ પુણ્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે, પર`તુ સમ્યક્રોધના લાભ સહિત નિર્મળ મનુષ્યભવ પામવા ઘણા અશકય છે. હે ભવ્યપ્રાણીઓ ! જેની અંદર વીતરાગ જીનેન્દ્ર ભગવાનૂ દેવ, પંચ મહાવ્રત ધારી ગુરૂ અને જીવાદિ તત્ત્વાનું યથાર્થ વિજ્ઞાન હાય તેને જીનેન્દ્ર ભગવાને સમ્યકત્વ કહ્યું છે. માટે શ’કાદિક દોષોનો ત્યાગ કરી સમ્યક્ત્વ વ્રત પાળીને સર્વ સુખી થાએ. વળી તેએની આગળ પૂર્વોક્ત શકાનું સ્વરૂપ મુનિએ વિસ્તાર સહિત વર્ણવ્યું. ભિન્ન ભિન્ન
૧૨
For Private And Personal Use Only