________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવણ કથા.
(૧૭૩) લીધે નદીમાં ઉતરી ધરા તરફ ગયાં. મુખ્ય હસ્તિએ આગળ જઈ પરીક્ષા કરીને તેઓને જણાવ્યું કે આ પાણે વિષને લીધે શંકરના કંઠ સમાન નીલ વર્ણનું છે તેથી કેઈએ પીવું નહીં, એમ કહી તે પોતે વનની અંદર લતા મંડપમાં ગયે. સુંઢવડે એક વૃક્ષની ડાળી તેડી લાવીને દ્રહના કીનારે પત્થર પર તેને ઘસી જલમાં નાખી, તેજ સમયે શંકરના હાસ્ય સમાન ઉજવલ તે પાણી વિષ રહિત-અમૃત સમાન થઈ ગયું. ત્યારબાદ મુખ્ય હ સ્તિએ પોતાની સંજ્ઞાથી તે ટેળાને ત્યાં આગળ બોલાવ્યું. સ્વેચ્છા પ્રમાણે જલપાન કરી આનંદથી તે ટોળું ત્યાં રમવા લાગ્યું, પછી પાણીમાંથી બહાર નીકળી તે હસ્તિઓનું ટોળું અન્ય સ્થાનમાં ચાલ્યું ગયું. ત્યારબાદ તે બન્ને જણા વૃક્ષ ઉપરથી નીચે ઉતરી દ્રહને કીનારે ગયા, સજ્જનના હદય સમાન અતિ સ્વચ્છ જલનું પાન કરી શાંત થયા. ત્યાંથી ચાલતી વખતે તેજ ઔષધિની ડાળી લઈ તેઓ અહીં આવ્યા છે. વળી માર્ગમાં આવતા તેઓએ કેટલાક ગારૂડિકેને જીત્યા છે. તેમજ વિષથી પીડાએલ ઘણા લોકોને તેમણે તે ઓષધિના પ્રભાવથી સજીવન કર્યા છે. હવે તેઓમાંથી આ જ્યેષ્ઠ બંધુ હારી પાસે આવ્યો છે. વળી બહુ કહેવાથી શું? સાક્ષાત્ “કાળે” દંશ કરેલ હોય તેને પણ સજીવન કરે એવી તેની શકિત છે. એમ હારું માનવું છે. તે સાંભળી ક્ષેમચંદ્ર બોલ્યા. નરશિરેમણે! હારા ઉપર કૃપા કરી મહારા મિત્રને સજીવન કરે. આપને હું લક્ષ સેનૈયા બક્ષિશમાં આપીશ. પછી ગારૂડિકે તૈયાર થઈ ઔષધિનું મૂળીયું જળ સાથે ઘસી શાંતિ માટે સુંદરના શરીર સિંચન કર્યું કે તરત જ કઢાઈમાં તપાવેલા તેલ સમાન ધગધગતા જલના બિંદુઓથી સર્વ શરીરે હજારે ફેલા. ફટી નીકળ્યા. તે જોઈ સર્વે લેકે આશ્ચર્ય પામ્યા. ઓષધિનો પ્રભાવને કયાંઈ ચાલ્યા ગયે પણ ઉલટી તેના શરીરે અસહ્ય
For Private And Personal Use Only