________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
વળી આ ઉપર રહેલા લઘુ સર્જતા તાલપુર વિષ કરતાં પણ અતિ પ્રચંડ વિષથી ભરેલેા છે. તેમજ આ ક્ષત્રિય જાતિના છે. માટે એને મત્ર અસર કરે તેમ નથી. એ પ્રમાણે મ્હોટા ભાઈએ ના પાડી તેપણ તેણે માચ્ચારપૂર્વક આજ્ઞા દેઇ તેએની આગળ રેખા કરી એટલે મ્હાટા સર્પની ગતિ બંધ થવાથી તેજ ઠેકાણે તે ઉભા રહ્યો, જેથી લઘુસપ` તેની પીઠપરથી નીચે ઉતરી રેખા ઉપર આળેાટી રેખાને ભૂંસી નાખી ફરીથી તેની પીઠ ઉપર બેસી ગયો. તેથી મ્હોટા સપ તેના પ્રભાવથી આગળ ચાલતા થયા. તેવામાં ત્યાં એક હસ્તિઓનુ ટાળુ આવતુ હતું, તેના મ્હાટ ગર્જારવ ઉચ્છળી ઉઠયા, અને તેથી આકાશ મડલ પણ શબ્દમય થઇ ગયું. તે જોઇ જ્યેષ્ઠ મધુ મેલ્યા, વત્સ ! ચાલ આપણે વૃક્ષ ઉપર ચઢીને તપાસ કરીએ. આ મદાન્મત્ત હસ્તિઓનુ ટાળું આવે છે. તેથી આપણે આપણા આત્માની રક્ષા કરવી જોઇએ. વળી આ ધરાનું પાણી વિષથી દૂષિત થએલુ દેખાય છે. કારણકે જલના રંગ ઘણુંા વિપરીત દેખાય છે, અને બહુ લીલાસ પ્રસરી ગઇ છે, તેથી ખાસ તપાસ કરવાની જરૂર છે. મા હસ્તિઆ પાણી પીએ અને તે પીવાથી તેનુ શું થાય છે ? તે આ પણે જોઇએ એમ વિચાર કરી બન્ને જણુ વૃક્ષ ઉપર ચઢ્યા. એટલામાં સિહુની ભીતિમાં આવી પડેલા હસ્તિના ટાળાને પાછળ મૂકી ભયને લીધે મૂત્ર વિજ્ઞાને ત્યાગ કરતા નાના બચ્ચાઓને પેાતાના ગંડસ્થલને વિષે ધારણ કરતા એવા તે ટાળાના અધિપતિ હાથી સિહુના સ્હામા દોડતા આવ્યે તેટલામાં સિહ ફાળમારી હસ્તિના મસ્તકપર ચઢી બેઠા. જેથી હાથીએ રાષથી મસ્તક કંપાવ્યું, તેથી સિ ંહ પૃથ્વીપર પડી ગયા કે તરતજ હસ્તિએ તેને પગથી પીલી નાખ્યા. જેથી તે તત્કાલ મૃત્યુ શરણુ થયેા. ક્ષણમાત્રમાં હાથણી તથા હસ્તિએ નિર્ભીય થઇ બહુ તૃષાને
For Private And Personal Use Only