________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવણિકૂકથા.
(૧૧) ક્ષેમચંદ્રને બાલમિત્ર સુંદર પોતાની ઈચ્છા પ્રમાણે નજીકના
પ્રદેશમાં રમતા હતા, તેવામાં તેના પગની સુંદરને દશ. આંગળીએ એક સર્પ કરડયે, તેથી તરતજ
તેના સર્વ શરીરે વિષ પ્રસરી ગયું અને ગતિ પણ બંધ પડી ગઈ, જેથી ક્ષણમાત્રમાં મૂર્શિત થઈ તે પૃથ્વી પર પડી ગયે. તેમજ નેત્ર મીચાઈ ગયાં, આકૃતિ શ્યામ દેખાવા લાગી. આજુબાજુના લોકેએ હાહાકાર કરવાથી ક્ષેમચંદ્ર તત્કાલ તેની પાસે આવી શું છે? શું છે? એમ એકદમ પૂછવા લાગ્યો. સર્પ કરડવાથી મૂછિત થઈ ગયા છે એમ જાણું વિષ ઉતારવા માટે પિતાના બાજુબંધના મણિને ઘસવા સારૂ જલ મંગાવવાની તૈયારીમાં હતો. તેટલામાં તે બાજુબંધ પણ સર્પ થઈ ગયે. ત્યારબાદ તે દર્ભની સળીઓ લઈ ગારૂડિક મંત્રનું સ્મરણ કરી ઉપાય કરવા જાય છે તેટલામાં તે દર્ભની સંખ્યા જેટલા વીંછી પ્રગટ થયા. તેથી તે ક્ષેમચંદ્ર બહુ ક્ષેભાયમાન થઈ અન્ય ઉપાયને વિચાર કરતો હતો. તે વામાં હેને એક પુરૂષે ત્યાં આવી કહ્યું કે આ મારો મિત્ર ગારૂડિક વિદ્યામાં બહુ પ્રસિદ્ધ છે. વળી આ બે ભાઈઓ છે. તેઓ જ્યારે મંત્રશાસ્ત્રનો અભ્યાસ કરી પહેલવહેલા પોતાના દેશ તરફ પાછા ફર્યા ત્યારે તેઓ મોટા ભયંકર જંગલમાં આવી પડયા, ત્યાં બહુ તૃષાને લીધે વ્યાકુલ થઈ બન્ને પાણીની શોધમાં ફરતા હતા તેવામાં એક નદીની અંદર પાણુનો-હદ (ધરે) જેવામાં આવ્યું, અને તેમાંથી બહાર નીકળતું હોટ સર્પ પણ તેમની નજરે પડયે. વળી તેની પીઠ ઉપર પડેલે, શરીરે શ્યામ, ફણામાં રહેલા મણિની કાંતિ વડે પિળાશપર દેખાતા અને બહુ ઉદ્ધત
એ એક નાને સર્પ જે. આ આશ્ચર્ય જોઈ ન્હાને ભાઈ બોલ્ય, બાંધવ! એક રેખા ખેંચી હું તેઓની ગતિ અટકાવું? મોટો ભાઈ બેલ્યો, આ સર્પ હારી આજ્ઞા માને તેમ નથી
For Private And Personal Use Only