________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
सुंदरवणिक्कथा.
આકાંક્ષાતિચાર. દાનવિરત રાજા–જગત્ પ્રભ! આ દુનીયામાં અનેક પ્રકારનાં
શાસ્ત્રો જોવામાં આવે છે અને વળી તેઓમાં સુંદરવણિકદ્રષ્ટાંત. તવ નિરૂપણ પણ પૃથક પૃથક કરેલી છે,
ને તે તે દરેકમાં શ્રદ્ધા રાખવાથી કલ્યાણ થાય ખરૂં? શ્રીસુપાશ્વપ્રભુ–ભિન્ન ભિન્ન દર્શનની આકાંક્ષા કરવાથી જેનું હૃદય આકર્ષાય છે, તે પુરૂષસુંદરની માફક ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલું જ નહીં પરંતુ તેને સંસાર બહુ વૃદ્ધિ પામે છે. તદ્યથા– રાજહંસ ( ઉત્તમ રાજાઓ ) ની શ્રેણી વડે શેભાયમાન, સ્વ
ચ્છ પયસ્ (જલ=પ્રજા) થી ભરપુર, તેમજ બહુ વિશાલ, લક્ષમીનું મુખ્ય નિવાસસ્થાન, અને ઊત્તમ લક્ષણવાળા પુરૂષ વડે વિભૂષિત કમલ સરોવરની માફક રાજગૃહ નામે નગર છે. તેમાં ઉદ્ધત વૈરીરૂપી હસ્તિઓના ગંડસ્થલને ભેદવામાં સિંહસમાન અને શત્રુઓની સ્ત્રીઓને વૈધવ્યવ્રત આપવામાં દીક્ષાગુરૂ સમાન નરકેસરી નામે રાજ છે. વળી તેજ નગરમાં દાન આપ. વામાં અતિ દક્ષ હસ્તિ સમાન, તેમજ ઉચ્ચ કુલમાં જન્મેલા ભદ્ર અને મહાભદ્ર નામે ધનાઢ્ય શેઠીઆઓ રહે છે. ભદ્ર શેઠની ભાર્યાનું નામ જયા અને મહાભદ્રની સ્ત્રીનું નામ વિજયા હતું, તેમજ તેઓને સુંદર અને ક્ષેમચંદ્ર નામે અનુકમે એક એક પુત્ર હતા. ઉત્તમ વિનય, નીતિ અને પરાક્રમ વડે ક્ષેમચંદ્ર ઘણે જ વિખ્યાત હતું. એક દિવસે લોકોને બહુ આનંદ આપતો ક્ષેમચંદ્ર પોતાના પરિવાર સહિત સુંદર સાથે ઉદ્યાનમાં ગયે અને નંદન વનમાં અપ્સરાઓ સાથે વિલાસ કરતા ઇંદ્રની માફક તે પણ વિલાસવતી સ્ત્રીઓની સાથે આનંદપૂર્વક ક્રીડા કરવા લાગે.
For Private And Personal Use Only