________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિસિંહ કથા.
(૧૯) થઈ પડ્યો તેથી કરીને તે વિષેણ સ્વજન વર્ગને ત્યાગ કરી દેશાંતરમાં ભ્રમણ કરવા લાગે. આર્તધ્યાનવડે બહુ દુઃખી થઈ કાલાંતરે મરણ પામી તે ચિરકાલ સંસાર માર્ગમાં દીન અને દુ:ખી અવસ્થામાં પ્રાયે પરિભ્રમણ કરવા લાગ્યું. ત્યારબાદ સેનને સુષેણ રાજાએ પોતાના સ્થાનમાં સ્થાપન કર્યો, પછી તે સેન વિદ્યાધર વિ. વાહ થયા બાદ કેટલાક સમયે પિતાના નગરમાં આવ્યું, ત્યાર બાદ વિમલા અને કમલાની સાથે સેન વિદ્યાધર બહુ સમય સુધી વિલાસ સુખ ભેગવી સમયેચિત વિદ્યાધરની રાજ પદવી પૂર્ણ રીતે અનુભવીને સાંસારિક દુઃખને નિવૃત્ત કરનાર જનશાસનની વૃદ્ધિ કરતો છતો રાજ્યભાર વહન કરવામાં ધુરંધર એવા કમલાના પુત્રને રાજ્ય ગાદીએ બેસાડી સેનવિદ્યાધર વિમલા, કમલા, તેમજ અન્ય પરિવાર અને મુખ્ય કેટલાક પિરજને સાથે દીક્ષા ગ્રહણ કરી શાશ્વત સુખમય મેક્ષ સ્થાનમાં ગયે, માટે હે મણિસિંહ! જૈન ધર્મની પ્રાપ્તિ થયે છતે શંકારૂપી વિષની વાસનાથી વિષેણ વિદ્યાધરની માફક તું પણ દુઃખી થઈશ. હવે આ ઉપદેશ રૂપી અમૃતે જ્યારે મણિસિંહના હૃદયમાં કાંઈ પણ અસર ન કરી ત્યારે મણિરથે તેને ગુણહીન જાણ પિતાને બંધુ છતાં પણ તેની ઉપેક્ષા કરી અને પોતે ધર્મ કાર્યમાં પ્રવૃત્ત થયે. તે દુરાચારી મણિસિંહ દુ:ખ દાવાનલથી દગ્ધ થઈ સંસાર વનમાં બહુ કાલ પરિભ્રમણ કરશે, અને છેવટે કેટલે સમ્ય વ્યતીત થયા બાદ હેને જૈન ધર્મની પ્રાપ્તિ થશે. વળી મણિરથ વિદ્યાધર તે ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી વિધિપૂર્વક ચારિત્ર ધર્મ પાળી તેજ ભવમાં મોક્ષ પદ પામે, માટે હે ભવ્ય પ્રાણુઓ! નિઃશંક હદયવડે સમ્યકત્વ વ્રત પાલવામાં તમે આદરવાળા થાઓ. .. इति सम्यक्लद्वारे शसोदाहरणे मणिसिंह
मगिरथकथानकम् ॥
For Private And Personal Use Only