________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ઈષ્ટ સ્વામીને હું અહીં લાવી છું. તે સાંભળી વિદ્યાધરેંદ્ર બોલ્યો, તે કોણ છે? દેવી બેલી, દક્ષિણ શ્રેણિમાં રથ ચકવાલને અધિપતિ સુષેણ નામે વિદ્યાધર છે તેને સેન નામે ગુણવાન પુત્ર છે, તે સેન આપની આ અને કુમારીઓ ઉપર ઘણેજ આસક્ત થયો છે અને તે અહીં ઉઘાનમાં હાલ આવીને રહ્યો છે. તે સાંભળી વિધાધરે નગરમાં મહોત્સવની આજ્ઞા આપી અને હર્ષપૂર્વક વાજતે ગાજતે પિતે દેવી સહિત ઉદ્યાનમાં જઈ સેનને ગજેન્દ્ર ઉપર બેસાડી કન્યાઓની પાસે લાવ્યું. અચેતન અવસ્થામાં રહેલી કન્યાએને તે નજરે પડવાથી અમૃતસિંચનની માફક તેઓ સચેતન થઈ અને કટાક્ષથી કુમારને જોવા લાગી. ત્યારબાદ પદ્માવતી દેવી બેલી, હ નરેંદ્ર આ સેન વિદ્યાધર જૈન ધર્મમાં બહુ દઢ છે તેને તે દઢ આગ્રહ છોડાવવા માટે તેના નાનાભાઈ વિષેણે બહુ પ્રયાસ કર્યો પરંતુ એણે પોતાનો નિશ્ચય છોડ્યો નહીં એટલે ઈષ્યને લીધે વિષેણે પિતાની બુદ્ધિને પ્રકાશ કરવા માટે નગરમાં જાહેર કર્યું છે કે સેન ઘણુ દારૂણ દુ:ખમાં આવી પડ્યો છે. તે સાંભળી તેનાં માતપિતા, સ્વજન પરિવાર અને નગરના લેકે પણ દુઃખ સાગરમાં ડુબી ગયા છે, માટે તેઓને ઉદ્ધાર કરવા હું ત્યાં જાઉં અને તેઓને શાંતિ આપું. એમ કહી પદ્માવતી દેવી સુષેણ વિદ્યા ધરને ત્યાં ગઈ અને સેન સંબંધી સવિસ્તર કુશલ વાર્તા જણાવીને એકદમ અદષ્ટ થઈ ગઈ. સુષેણ રાજાએ પણ પુત્રનું અમંગલ દૂર કરવા માટે જીન મંદિરમાં પૂજા તથા વધામણાં કરાવ્યાં. તેમજ અત્યંત આનંદથી વ્યાપ્ત એવા સમસ્તનગરના લોકો પણ પૂર્ણ પાત્ર સહિતનૃત્ય અને ગાયન કરતા છતા પરસ્પર હાસ્ય વિનોદ કરે છે. ત્યારબાદ દેવીના જણાવવાથી સેનને આનંદિત જાણી વિષેણ પિતાનું અપમાન સમજી બહુ ચિંતાતુર થઈ ગયા અને નગર વાસી લકે પણ તેને કટાક્ષથી જેવા લાગ્યા. તેમજ તેનું મુખ પણ ઝાંખું પડી ગયું, અને બહુ ઈર્ષાને લીધે લેકેમાં તે અપ્રિય
For Private And Personal Use Only