________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ધરે દેવીના મંદિરમાં ગુપ્ત ઉભા રહી તેઓનાં મધુર ગીત સાંભળવા લાગ્યા, અહે? જેઓને આવો નાદ નીકળે છે તે તેઓનું સ્વરૂપ કેવું હશે ? એમ આશ્ચર્ય પામી તેઓની પાસે તેઓ ગયા અને તેઓના સ્વરૂપ તરફ દષ્ટિ કરી તેટલામાં જ કામદેવે તીણ બાણે વડે ઈષ્યને લીધે વીંધ્યા હોય ને શું ? તેવી સ્થિતિ તેઓ અનુભવવા લાગ્યા, તેમજ તે વિદ્યાધરીઓ પણ તેઓનું સ્વરૂપ જોઈ એવીતે કામાતુર થઈ ગઈ કે પિતાના હસ્તમાંથી સારંગીઓ પડી ગઈ તેનું ભાન પણ તેઓને રહ્યું નહીં. એટલામાં તે વિદ્યાધરને ત્યાંથી જવાને સમય થયે, તેથી તેમના પિતા સુષેણે બનેને બોલાવ્યા એટલે તે બન્ને જણ પિતાનાં હદય વિદ્યાધરીઓને સંપી અને તેઓનાં મન પોતે હરણ કરી પિતાના સ્થાનમાં ગયા. તરતજ તેઓના વિયેગથી બને વિદ્યાધરી મૂછિત થઈ પૃથ્વી પર પડી ગઈ. તે જોઈ પદ્માવતી દેવીને દયા આવી અને તેથી તેઓને સચેતન કરી દેવીએ કહ્યું કે થોડા સમયમાં તહારો બને તે બેમાંથી એકજ ભર્તાર થશે. માટે ખેદ કરશો નહીં, અહો ! આપનો મોટો ઉપકાર એમ કહી બહુ સંતુષ્ટ થઈ તે બન્ને વિદ્યાધરેનું જ મનમાં સ્મરણ કરતી તે બન્ને વિદ્યાધરીએ પોતાના પિતાના ઘેર ગઈ. ત્યારબાદ તે બન્ને વિદ્યાધરે કંઈક મિષ કરી પિતાને સમજાવી તે દેવીના મંદિ૨માં પાછા આવ્યા, અને જોયું તે વિદ્યાધરીઓ ત્યાં ન દીઠી તેથી તેઓ સર્વસ્વહીન થયા હોયને શું ? એમ વ્યાકુલ થઈ ગયા. ત્યારે દેવી બોલી કે અહીં માત્ર મહારે રહેવાના સ્થાન પર તાજ સંબંધ છે, વસ્તુત: હારા હૃદયમાં જૈનધર્મની શ્રદ્ધા નથી. માટે જે તમે જૈનધર્મને અસદુ આગ્રહ છેડીને નિવૃત્ત થાઓ તો હું તમને તેઓને મેલાપ કરાવી આપું. બન્નેમાંથી વિષેણ વિચાર કરી , દેવિ ! હારું કહેવું સત્ય છે. પરોક્ષ
For Private And Personal Use Only