________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
વિષે સતુષ્ટ એવા તે નરરત્ન સમગ્ર લેાકેાના રક્ષક થઇ પડે છે. અર્થાત્ સ જનેા તેના તાબામાં રહે છે. ભલે મનની અશુદ્ધતા હાય, છતાં પણ જેએ કાયિક બ્રહ્મચર્ય અખંડિત પણે પાળે છે તેની અસદ્ગતિ થઇ શક્તી નથી, દેવ, દાનવ, ગંધ, યક્ષ, રાક્ષસ, કન્નર વિગેરે અમાનવપણુ દુષ્કર એવા હ્મવ્રતનુ જે પાલન કરે છે તેમના ચરણ કમલમાં નમન કરે છે, અહે આ દુનિયામાં બ્રહ્મચર્યના અપૂર્વ પ્રભાવ છે, જે બ્રહ્મચર્યના ત્યાગ કરવાથી પોતાના કુળની અવનતિ થાય છે . એટલુંજ નહીં પર ંતુ તેવા વ્યભિચારી મનુષ્યાની પ્રજા પણ વર્ણશંકર થાય છે. જેથી તેને ધર્માંધ ના વિચાર પણ દુર્લભ થઇ પડે છે અને પેાતાના કલ્પિત વિચારાને તેએ આધીન થઈ પડે છે, ખાદ તેઓ ધર્મ થી વિમુખ બની અધર્મના ઉપાસક થઇ અકાર્યસેવી થાય છે. આ પ્રમાણે અનની પરંપરા પ્રાપ્ત થાય છે, પરંતુ સમજવાની શક્તિ છતાંપણ તેઓ જાણતા નથી કે પેાતાની સ્ત્રી પેાતાને સ્વાધીન છતાં શા માટે અન્યની સ્ત્રી ઉપર આસકત થવુ ! આવા વિચાર તેવા મૂઢ પ્રાણીઆને કયાંથી આવે ! કારણકે સુંદર જલથી ભરેલું કેવું મજાનું સરાવર હાય છે ! છતાં કાગડા ઘડાના જલનું પાન કરી આનંદ માને છે. વળી પર સ્ત્રીમાં લંપટ અનેલા મનુષ્યેા શ્વાનની માફક દરેક ઠેકાણે અપમાન પામે છે વિગેરે પરદાર સેવનમાંથી અનેક દુા પ્રગટ થાય છે એમ લક્ષ્યમાં રાખી સજ્જતાની રીતિ છેવો નહીં. તેમજ ગુરૂ સાક્ષીએ લીધેલું વ્રત સાવધાન પણે પાળવુ, તે સબંધી કહ્યું છે કે—
'
वरं अग्गिमि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणं । मा गहिव्वयभंगो, मा जीअ खलीअ सीलस्स ॥ १ ॥
અ મનુષ્યાએ બળતા અગ્નિમાં પ્રવેશ કરવા અને વિશુદ્ધ કર્મોવડે મરક્રિયા થાય તે શ્રેષ્ઠ ગણાય, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનેા ભંગ કરવા નહી. તેમજ શીલથી ભ્રષ્ટ થયેલા પ્રાણીનુ જીવન બહુજ નિ ંદ્ય ગણાય છે. માટે પેાતાની ઇંદ્રિયાની વૃત્તિ નયમસર રાખવી, નેત્રની સફલતા માત્ર પરમાત્માની મૂર્તિના નિરીક્ષણમાં સમાયેલી છે. પરંતુ મેાહક પદાર્થોમાં ચંચળત્તિ રાખવી નહી. તેમજ રાગાદિક વિષયેાના પરિશીલનથી અધર્મની પ્રવૃત્તિ વધી પડે છે અને ધામિક પ્રવૃત્તિએ નિર્મૂળ થાય છે. માટે જેમ બને તેમ રાગાદિકના માહ છેાડી દેવા. કહ્યું છે કે
For Private And Personal Use Only