________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિસિંહ કથા.
(૧૬૩) અને નદીના કિનારે નિરંકુશ હસ્તિસમાન કેઈના દાબ વગર ભ્રમણ કરી અત્યારે અહીં આવ્યા રે દુ? પિતાની દુકાને બેસાડેલા ઘડીભર તમે ટક્તા નથી, શું? આ કંઈ તખ્તાર ધર્મ શ્રવણ કરવાનો સમય છે ? પિતાને વ્યાપાર ધંધો કરે નથી તેમજ બીજું પણ કંઈ કરતા નથી, અને અમે ધર્મ સાંભળી આવ્યા ? આ પ્રમાણે માતાનાં ઠપકાનાં વચન સાંભળી જયેષ્ઠ પુત્ર બ, જનનિ? આટલો અપરાધ ક્ષમા કરે, ફરીથી આ કામ હું નહીં કરું, લઘુપુત્ર વિચાર કરવા લાગ્યું કે પિતાના હસ્તમાં મહા મુશ્કેલીથી પ્રાપ્ત થએલા ચિંતામણિને ભલે પ્રાણ જાય તે પણ શું ડાહ્યો માણસ ત્યાગ કરે? અથવા કેઈ એક દયાલુપુરૂષે મહારોગીને અમૃતપાન કરાવ્યું હોય અને તેથી તેને રોગ પ્રતિક્ષણે ક્ષીણ થતો હોય તે તે રેગીમાણસ કોધાતુર થઈ પ્રિયજનોના કહે વાથી શું અમૃતનું વમન કરેખર ? માટે ભલે ગમે તેમ માતા બેલે પરંતુ દેહાંત સુધી તે ધર્મને ત્યાગ કરીશ નહીં. પ્રથમ નહીં પામેલું આ સમ્યકત્વરત્ન હાલમાં હુને પ્રાપ્ત થયું છે. માટે માતા ભલે મારે, બાંધે વિગેરે અનેક પીડાઓ આપે તે પણ હું સહન કરીશ. પ્રલયકાલને પવન જેમ મેરૂ પર્વતને ચલાયમાન કરવા અશક્ત છે તેમ યક્ષ, રાક્ષસ અને ઇંદ્ર પણ મહને ચલાય. માન કરવાને સમર્થ નથી. એમ પોતાના મનમાં દ્રઢ નિશ્ચય કરી તે હમેશાં જીનમંદિર અને ઉપાશ્રય વિગેરે ધર્મ સ્થાનમાં જાય છે. ત્રણે કાલે ઉપયોગ પૂર્વક ઘર દેરાસરમાં જઈ જીનપ્રતિમાઓની પૂજા કરે છે. અને ભાવ સહિત વંદનાદિક કરે છે. તે પ્રમાણે નાના ભાઇની પ્રવૃત્તિ જોઈ મણિસિંહ બે, હે વત્સ? આ હારી પ્રવૃત્તિ આપણું માને બીલકુલ ગમતી નથી, કારણકે ગૃહ દેરાસરની પ્રતિમાઓની પણ પૂજા આપણા પિતાશ્રીએ કઈ દિવસ કરી નથી, તેથી તું પણ તે નવિન પ્રવૃત્તિ બંધ કર.
For Private And Personal Use Only